News of Saturday, 28th March 2026
અમદાવાદ સહિત દેશની સાત માર્કેટમાં જીન્સની કિંમત માત્ર ૩૦૦થી ૪૦૦
બ્રાન્ડેડ કપડાં હવે કોડીના ભાવે! સસ્તા કપડાંથી લઈને સસ્તી જિન્સ ખૂબ જ સરળતાથી મળી જાય છે

ગાંધીનગર, નવી દિલ્હી તા.૨૮: વાત જ્યારે દેશની સૌથી મોટી શોપિંગ માર્કેટની વાત થઈ રહી હોય તો એમાં સૌથી પહેલાં નંબરે આવે છે નવી દિલ્હીની ગાંધી નગર માર્કેટ. આ માર્કેટ એ એશિયાનું સૌથી મોટું રેડીમેડ ગારમેન્ટ માર્કેટ છે. અહીં પુરુષો, મહિલાઓ અને બાળકો માટેના તમામ કપડાં અત્યંત સસ્તા દરે મળે છે. અહીં સારી ગુણવત્તાના જીન્સ માત્ર ૩૦૦થી ૪૦૦ રૂપિયામાં મળી રહે છે.
દેશના પાટનગર ગણાતા નવી દિલ્હીમાં આવેલી સરોજિની માર્કેટ વિશેની અનેક રીલ્સ અને વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. આ બજારમાં તમને લેડિઝ વિયરથી લઈને મેન્સ વિયરની ઢગલો વેરાયટી મળી જશે. આ માર્કેટમાં તમને લેટેસ્ટ ફેશનના જીન્સ ૨૦૦થી ૩૦૦ રૂપિયાની નજીકી કિમતે સરળતાથી મળી જશે.
કોલકાતામાં આવેલું બડા બજાર એ દેશ જ નહીં પણ એશિયાની સૌથી મોટી રેડીમેડ માર્કેટમાંથી એક છે. આ માર્કેટમાં અંદાજે એક લાખથી વધુ લોકો કામ કરે છે. ટૂંકમાં બડા બઝાર એ પヘમિ બંગાળની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય...
દેશનું માન્ચેસ્ટર ગણાતું અને ગુજરાતમાં આવેલું અમદાવાદ પણ ડેનિમ જીન્સનું સૌથી મોટું હબ ગણાય છે. અમદાવાદમાં આવેલી આ પ્રખ્યાત માર્કેટ જીન્સ, ટોપ અને વેસ્ટર્ન વષો માટે જાણીતું છે. અહીં તમને ૫૦ રૂપિયાથી લઈને ૪૦૦૦ રૂપિયા સુધીની રેન્જમાં જીન્સ મળી રહે છે. હોલસેલ ખરીદી માટે આ ઉત્તમ સ્થળ છે.
ભારતના સૌથી સ્વસ્ત અને મસ્ત શોપિગ સ્પોટની વાત થઈ રહી હોય તો આ યાદીમાં મુંબઈના ઉલ્હાસનગરનું નામ ના આવે એ તો કઈ રીતે ચાલે? ઉલ્હાસનગરની માર્કેટ સસ્તા અને બેસ્ટ ડેનિમ માટે ફેમસ છે. અહીં ખૂબ જ ચીપ રેટમાં જીન્સ મળે છે. અહીંની બજાર સવારે ૧૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ધમધમે છે.
ગુજરાત જ નહીં પણ દેશનું ટેક્સ્ટાઈલ હબ સુરતનું નામ પણ આ લિસ્ટમાં છે. સુરત એ ભારતનું ટેક્સટાઈલ હબ છે. અહીં રોજનું પાંચ લાખ મીટર જીન્સનું ઉત્પાદન થાય છે. સુરતમાં ૧૮૯ રૂપિયામાં લેડીઝ જીન્સ મેન્સ જીન્સ રૂપિયા ૨૩૦ રૂપિયામાં મળી જાય છે. વાત કરીએ પ્રીમિયમ જીન્સની તો તે અહીં પણ ખૂબ જ વ્યાજબી ભાવે મળે છે.
જી હા, આઈટી હબ તરીકે ઓળખાતા બેંગ્લોરમાં પણ સૌથી મોટું હોલસેલ માર્કેટ છે અને એ પણ ૪૦૦ વર્ષ જૂનું. આ માર્કેટ દક્ષિણ ભારતનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. જીન્સ અને સિલ્ક સાડીઓ માટે જાણીતા આ બજારમાં કપડાં ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ અને ઘરવખરીનો સામાન પણ સસ્તો મળે છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
