<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે થશે ખરીદી

૧ થી ૩૦ એપ્રિલ સુધી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી શકાશે

અમદાવાદ તા.૨૮ઃ બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર છે. ૧ થી ૩૦ એપ્રિલ સુધી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી શકાશે. ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા ૧ મે થી ૧૫ જુલાઈ સુધી ચાલશે.

રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો હવે ટેકાના ભાવે પોતાની ઉપજ વેચી શકશે, જેનાથી તેમને યોગ્ય ભાવ મળશે અને આવકમાં વધારો થશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવી જરૃરી રહેશે.

ખરીદી પ્રક્રિયા ૧ મે થી ૧૫ જુલાઈ સુધી કરવામાં આવશે. જેમાં ખેડૂતોની ઉપજ સરકાર દ્વારા સીધી ખરીદવામાં આવશે.

ટેકાના ભાવ (પ્રતિ મણ)

બાજરીઃ રૃા.૫૫૫

માલદંડી જુવારઃ રૃા.૭૫૦

હાઈબ્રિડ જુવારઃ રૃા.૭૪૦

મકાઈઃ રૃા.૪૮૦

આ સાથે બાજરી અને જુવાર વેચતા ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત રૃા.૬૦ પ્રતિ મણ બોનસ પણ આપવામાં આવશે. જે ખેડૂતો માટે વધુ લાભદાયક સાબિત થશે.

આ યોજના ખેડૂતોને બજારમાં થતા ભાવના ઉતાર-ચઢાવથી સુરક્ષા આપે છે અને તેમને નિશ્ચિત આવકનો વિશ્વાસ આપે છે. સરકારની આ પહેલને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર નોંધણી પૂર્ણ કરે જેથી તેઓ આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવી શકે.

(10:52 AM IST)