News of Saturday, 28th March 2026
ગુજરાતમાં ૩૦૯૧૮ કરોડના દાનમાંથી ભાજપને ૩૦૮૩૮ કરોડ, બિલ્ડરો, સિમેન્ટ કંપનીઓ મહેરબાન
એડીઆર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ગુજરાતમાંથી મળેલા દાનનું વિશ્લેષણ

અમદાવાદ તા.૨૮ઃ રાજકીય પક્ષોને ચૂંટણી ખર્ચ માટે ઈલેકટોરલ ટ્રસ્ટ થકી દાન આપવાની વ્યવસ્થા છે તેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં સમગ્ર દેશમાં સૌથી વધુ દાન આપનારા રાજ્યમાં ગુજરાત દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરે છે. ગુજરાતમાંથી કુલ ૩૦૯.૧૮ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. તેમાંથી ભાજપને ૩૦૮.૩૮ કરોડ, કોંગ્રેસને (આઈએનસી) ૬૯ લાખ અને આમ આદમી પાર્ટીને ૧૦ લાખ રૃપિયાનું દાન મળવા પામ્યું છે. ગુજરાતમાંથી ભાજપને મહત્તમ દાન મળ્યું છે તેમાં બિલ્ડરો -કોન્ટ્રાકટરો, સિમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓનો સમાવેશ થાય છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા રાષ્ટ્રીય રાજકીય પક્ષોને અપાયેલા દાનનું વિશ્લેષણ કરાયું છે. ૨૦ હજાર રૃપિયાથી વધુ દાન અપાયું હોય તેવા દાનની વિગતો તેમાં સામેલ કરાઈ છે. તે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં રાષ્ટ્રીય પક્ષોને કુલ ૬૬૪૮.૫૬ કરોડનું દાન કુલ ૧૧૩૪૩ દાતાઓ દ્વારા મળ્યું હતું. તેમાં સૌથી વધુ દાન આપનારા ત્રણ રાજ્યમાં દિલ્હીમાંથી ૨૬૩૯.૪૮ કરોડ, મહારાષ્ટ્રમાંથી ૨૪૩૮.૮૬ કરોડ અને ગુજરાતમાંથી ૩૦૦.૧૮ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ૮૧ ટકા દાન કોર્પોરેટ કંપનીઓ દ્વારા અને ૧૯ ટકા દાન વ્યકિતગત અપાયું છે. અન્ય એસોસિએશન કે એચયુએક દ્વારા કોઇ ધાન આપવામાં આવ્યું નથી. ગુજરાતમાંથી કુલ ૩૦૯.૧૮ ૩૦૮,૩૮ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. કોંગ્રેસને ૦,૬૯૬ કરોડ અને આપને ૦,૧૦૧ કરોડ ફાળે ગયા છે. કેટલાક દાતાઓ દ્વારા દાન વધુ અપાયું છે પરંતુ એકથી વધુ એન્ટ્રી બતાવી અલગ અલગ રકમનું દાન આપવામાં આવ્યું છે. તેમાં ટોપ ટેનની કેટલીક કંપનીઓ ઉપરાંત પી.સી. પટેલ ઇન્કા, જીગર ટ્રાન્સપોર્ટ અને ઓમ સ્વચ્છતા કોર્પોરેશન વિગેરેનો સમાવેશ થાય છે. જે દાતાઓ છે તેમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, ઔદ્યોગિક કંપનીઓ, એલએલપી (લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ), સાહસો વિગેરેનો સમાવેશ થાય છે
ગુજરાત ગુજરાતમાંથી દાન આપનારી ટોપ ટેન કંપનીઓમાં સફલ ગોયલ રિયલ્ટી એલએલપી નંબર વન
સફલ ગોયલ રિયલ્ટી એલએલપી ૪૫ કરોડ
હાર્દિક અગ્રવાલ ૨૦ કરોડ
દિનેશચંદ્ર અગ્રવાલ ૨૦ કરોડ
શ્રી કેદાર એગ્રો ન્યુટિટ્રેક એલએલપી ૧૫ કરોડ
નિરમા લિમિટેડ ૧૩ કરોડ
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ ૧૦ કરોડ
ફ્રેન્ડ્સ ઇમ્પેકસ ૧૦ કરોડ
એગ્રોસેલ ઇન્સ્ટ્રીઝ પ્રા. લિ. ૫ કરોડ
હિમગીરી કોર્પોરેશન ૫ કરોડ
આરતી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ૪.૫ કરોડ
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
