<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

સુરતના કામરેજમાં નકલી કરન્‍સી કોૈભાંડમાં ભાવેશ ગજેરાની ધરપકડ

મુખ્‍ય આરોપી પ્રદિપ ગુરૂ સાથે મળીને કોૈંભાડને અંજામ આપતો

સરુત, તા.૨૮: ક્રાઈમ બ્રાન્‍ચની તપાસમાં સુરતના કામરેજ વિસ્‍તારમાં રહેતા ભાવેશ ગજેરા નામના શખ્‍સની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય ચલણી નોટોની હેરાફેરીના આ મોટા કૌભંડમાં તેની સક્રિય ભૂમિકા હોવાનું સામે આવ્‍યું છે. આરોપીએ નકલી નોટો  છાપવાના કાવતરામાં શરૂઆતથી જ સામેલ હતો અને મુખ્‍ય આરોપી પ્રદીપ ગુરુ સાથે મળીને પૂર્વ આયોજિત રીતે આ કૌભંડને અંજામ આપ્‍યો હતો.

ક્રાઈમ બ્રાન્‍ચની તપાસમાં ખુલાસો થયો છે કે, ભાવેશ ગજેરા આ કૌભંડનેમુખ્‍ય આરોપી પ્રદીપ ગુરુના નજીકના સાથીદાર હતા. બંનેએ મળીને નકલી નોટો છાપવાનું આયોજન ઘડ્‍યું હતું. આરોપીએ નકલી નોટોના વિતરણમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી અને સુરત તેમજ આસપાસના વિસ્‍તારોમાં તેને ફરતી કરી હતી.

માહિતી અનુસાર નકલી નોટો  છાપવા માટેની અત્‍યાધુનિક મશીનરી લાવવામાં પણ ભાવેશે આર્થિક સહાય કરી હતી. આ કૌભંડના કારણે અર્થતંત્રને નુકસાન થયું હોવાનું પણ તપાસમાં સામે આવ્‍યું છે. ક્રાઈમ બ્રાન્‍ચે આરોપીના મકાન અને અન્‍ય સ્‍થળોએ દરોડા પાડીને મહત્‍વના પુરાવા ઝડપ્‍યા છે.

સુરતની અદાલતે આરોપી ભાવેશ ગજેરાના ૬ દિવસના પોલીસ રીમાન્‍ડ મંજૂર કર્યા છે. રીમાન્‍ડ દરમિયાન મોટા ઘટસ્‍ફોટ થઈ શકે છે અને કૌભંડમાં સામેલ અન્‍ય આરોપીઓના નામ પણ સામે આવી શકે છે.

(5:40 PM IST)