હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં આજે ગુજકેટનો જંગ: સુરતના 101 કેન્દ્રો પર 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
ગેરરીતિ રોકવા 'સ્પેશિયલ સ્ક્વોડ' તૈનાત: ગુજકેટની પરીક્ષા મુખ્ય ત્રણ સત્રમાં વહેંચાયેલી

amdavad: રાજ્યભરમાં પરીક્ષાનો પ્રારંભ: એન્જિનિયરિંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સમગ્ર ગુજરાતમાં આજે ગુજકેટ (GUJCET) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે હજારો વિદ્યાર્થીઓ આજે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
1008 બ્લોકમાં 20,114 પરીક્ષાર્થીઓ હાજર સુરત શહેરમાં પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ છે. કુલ 101 બિલ્ડિંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
સવારથી સાંજ સુધી ચાલશે પ્રશ્નપત્રોનો દોર ગુજકેટની પરીક્ષા મુખ્ય ત્રણ સત્રમાં વહેંચાયેલી છે. પ્રથમ પેપર સવારે 9:00 થી 12:00 દરમિયાન લેવાયું હતું. ત્યારબાદ બપોરે 1:40 થી 2:40 અને અંતિમ પેપર સાંજે 4:00 થી 5:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.
CCTV થી પણ રખાશે નજર પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. દરેક કેન્દ્ર પર કડક તપાસ બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
