તા. ૨૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૫ શુક્રવાર
ક્રિકેટના ભગવાનનો ગુજરાત પ્રેમ: અમદાવાદમાં તૈયાર થશે ભવિષ્યના 'માસ્ટર બ્લાસ્ટર': સચિન તેંડુલકરની વર્લ્ડ ક્લાસ 'SRT10' એકેડેમીનો થશે પ્રારંભ
5 વર્ષથી વધુના બાળકો માટે પ્રવેશ: એસ.જી. હાઈવે પર શાંકુઝ ફાર્મ ખાતે 40,000 ચોરસ વારમાં ખુલશે: આગામી 10મી એપ્રિલે ખુદ સચિન તેંડુલકર આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે.

વૈષ્ણોદેવી સર્કલ પાસે આકાર લેશે અત્યાધુનિક એકેડેમી અમદાવાદના એસ.જી. હાઈવે પર શાંકુઝ ફાર્મ ખાતે 40,000 ચોરસ વારના વિશાળ કેમ્પસમાં સચિન તેંડુલકરના વિઝન સાથેની 'SRT10 Altevol' એકેડેમી શરૂ થવા જઈ રહી છે. આગામી 10મી એપ્રિલે ખુદ સચિન તેંડુલકર આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે.
પ્રતિભાશાળી બાળકોને મળશે મફત તાલીમ સચિન તેંડુલકર ફાઉન્ડેશનના સહયોગથી શરૂ થઈ રહેલી આ એકેડેમીમાં આર્થિક રીતે નબળા પરંતુ રમત પ્રત્યે સમર્પિત બાળકોને ખાસ પસંદગી પ્રક્રિયા દ્વારા તદ્દન મફત કોચિંગ આપવામાં આવશે.
'SRT10 મેથડોલોજી'થી અપાશે ટ્રેનિંગ આ એકેડેમીમાં કોઈ સામાન્ય કોચિંગ નહીં, પરંતુ સચિન તેંડુલકરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનુભવો પર આધારિત ખાસ પદ્ધતિથી તાલીમ અપાશે. સચિન પોતે સમયાંતરે મુલાકાત લઈને ખેલાડીઓને માર્ગદર્શન આપશે.
હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ સેન્ટર અત્યાધુનિક જિમ, પ્રોફેશનલ નેટ્સ અને હાઈ-પર્ફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ ધરાવતી આ એકેડેમીમાં 5 વર્ષથી ઉપરના બાળકો પ્રવેશ મેળવી શકશે. નિષ્ણાંત કોચ ડો. અતુલ ગાયકવાડના નેતૃત્વમાં ટેકનિકલ કૌશલ્ય નિખારવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
