<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ગાંધીનગરમાં મધરાતે હિટ એન્ડ રન: સેક્ટર 30-ચિલોડા હાઈવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા કચ્ચરઘાણ: બે યુવાનો લોહીલુહાણ

CCTV ફૂટેજથી આરોપીની શોધખોળ શરૂ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો

ગાંધીનગર: પુરઝડપે આવતા વાહને કારના ફૂરચા ઉડાડ્યા ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ચિલોડા તરફ જતાં માર્ગ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને એટલી જોરદાર ટક્કર મારી હતી કે કારનો આગળનો ભાગ સાવ દબાઈ ગયો હતો અને કાર રોડની સાઈડમાં ફસાઈ ગઈ હતી.

માનવતા નેવે મૂકી વાહન ચાલક ફરાર અકસ્માત સર્જાયા બાદ ગંભીર રીતે ઘવાયેલા લોકોને મદદ કરવાને બદલે અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. આસપાસના વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર હેઠળ આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. હાલ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

CCTV ફૂટેજથી આરોપીની શોધખોળ શરૂ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. હવે હાઈવે પરના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

 

(1:49 PM IST)