હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરત મેટ્રોની મોટી છલાંગ: ડ્રીમ સિટીથી અલથાણ સુધીનો 8.5 કિમીનો રૂટ તૈયાર: આજથી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ
આ રૂટ પર આશરે 500 કલાક સુધી ટ્રેન દોડાવીને ટ્રાયલ કરવામાં આવશે: આ નિર્ધારિત રૂટ પર આવતા કુલ 7 સ્ટેશન બિલ્ડિંગના સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા

સુરત મેટ્રો પ્રોજેક્ટમાં સીમાચિહ્નરૂપ સફળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિમી લાંબા વાયડક્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થતા આજે પ્રથમ ટ્રાયલ રનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરક્ષા અને ક્ષમતાની થશે ઝીણવટભરી તપાસ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા જણાવ્યા અનુસાર, આ રૂટ પર આશરે 500 કલાક સુધી ટ્રેન દોડાવીને ટ્રાયલ કરવામાં આવશે. રેલવે ટ્રેક અને પાવર સપ્લાય માટેની 'થર્ડ રેલ' (Third Rail) ની કામગીરી પણ સંપન્ન થઈ ચૂકી છે.
ફિનિશિંગની કામગીરી અંતિમ તબક્કામાં આ નિર્ધારિત રૂટ પર આવતા કુલ 7 સ્ટેશન બિલ્ડિંગના સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા છે. હાલમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને આંતરિક સજાવટનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે, જેથી મુસાફરોને વહેલી તકે આધુનિક સુવિધા મળી શકે.
RDSO અને CMRS ના સર્વેક્ષણ બાદ જનતા માટે ખુલશે મેટ્રો ટ્રાયલ રન બાદ રેલવેની સુરક્ષા એજન્સીઓ (RDSO અને CMRS) દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. આ ક્લિયરન્સ મળ્યા બાદ સુરતીલાલાઓ માટે પ્રદૂષણમુક્ત અને ટ્રાફિક વગરની મુસાફરીના દ્વાર ખુલશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
