<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

CM ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અંદાજ: થલતેજમાં કાર્યકર્તાઓ સાથે 'ટિફિન બેઠક', સંગઠનને મજબૂત કરવા મંત્ર અને મંથન

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાન્ય કાર્યકર્તાની જેમ ટિફિન બેઠકમાં ભાગ લઈને સંગઠનલક્ષી ચર્ચાઓ કરી છે

અમદાવા: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આયોજિત 'ટિફિન બેઠક' કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકીને પાયાના કાર્યકર્તાઓ સાથે બેસીને ઘરનું ટિફિન જમ્યું હતું, જે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જગાડનારું પગલું સાબિત થયું છે.

આગામી લક્ષ્યાંકો અંગે ચર્ચા આ અનૌપચારિક બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સંગઠનને પાયાના સ્તરે કેવી રીતે વધુ મજબૂત કરી શકાય અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

'મન કી બાત' અને સામાજિક સમરસતા પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમ બાદ આયોજિત આ ટિફિન બેઠક એકતા અને સામાજિક સમરસતાનું પ્રતીક બની હતી. મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળ્યા અને તેમને જનતાની સેવામાં વધુ સક્રિય થવા માટે પ્રેરિત કર્યા હતા.

આગામી ચૂંટણીઓ અને પક્ષનું માળખું આ બેઠકને આગામી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે પણ જોવામાં આવી રહી છે. સંગઠનમાં રહેલી નાની-મોટી ત્રુટીઓ દૂર કરવા અને કાર્યકર્તાઓમાં નવો સંચાર ભરવા માટે મુખ્યમંત્રીએ આત્મીયતાપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

(3:06 PM IST)