<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

PSI અને LRD કેડરની શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ: જાણો ક્યારે કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

ફિઝીકલ ટેસ્ટમાં 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારો મળી કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા

અમદાવાદ :ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં PSI અને લોકરક્ષક(LRD) કેડરની શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. આમ, આગામી 19 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી PSIની લેખિત પરીક્ષાના કોલલેટર અંગે ભરતી બોર્ડે માહિતી આપી છે.

 

ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે હાલ મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અનુક્રમે પીએસઆઈ અને લોકરક્ષક કેડરમાં કુલ 1,10,665 જેટલા કેન્ડીડેટ્સ સફળ થયા છે. તો પીએસઆઈની લેખિત પરિક્ષાના કોલલેટર અંગે ભરતી બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે.

જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડરની તા.૧૯.૦૪.૨૦૨૬ (રવિવાર) નારોજ યોજાનાર પેપર-૧ અને પેપર-૨ ની લેખિત પરીક્ષાના કોલલેટર તા.૧૩.૦૪.૨૦૨૬ના રોજ કલાક ૧૪/૦૦ વાગે https://t.co/ls6sIxSuOY ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

પોલીસ ભરતી બોર્ડ મુજબ, જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની PSI કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026ના રવિવારના રોજ લેવામાં આવશે.જ્યાં ભરતી બોર્ડના જણાવ્યા મુજબ પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાથી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

ત્યારે ઉલ્લેખનીય છે કે, ફિઝીકલ ટેસ્ટમાં 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારો મળી કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. જ્યારે વધુ માહિતી ઉમેદવારોએ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gprb.gujarat.gov.in પર મળશે

(4:53 PM IST)