તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
રસ્તા પર ચાલતું વાહન હવે ચાલક સાથે સંવાદ પણ કરશે કાયદો સમજાવશે :સુરતના વકીલે તૈયાર કર્યું સ્માર્ટ મોપેડ
સુરતના એક વકીલે વિજ્ઞાન અને કાયદાનો સંગમ રચ્યો: હેલ્મેટ ન પહેરો તો કાયદાની કલમ સાથે આપે ચેતવણી: AI અને સેન્સરની મદદથી 5 વર્ષ જૂની વિગતો રાખશે યાદ

સુરતના જાણીતા એડવોકેટ મુકેશ ભાવસારે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી સંશોધન કર્યું છે. તેમણે એક એવું સ્માર્ટ મોપેડ તૈયાર કર્યું છે જે માત્ર વાહન નથી, પણ એક બુદ્ધિશાળી સાથીદારની જેમ વર્તે છે. આ મોપેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેન્સર અને માઇક્રો-પ્રોસેસરથી સજ્જ છે, જે ચાલકની સૂચનાઓ પર કાર્ય કરે છે.
આ મોપેડની સૌથી મોટી વિશેષતા તેનો 'વોઈસ કમાન્ડ' ફીચર છે. જ્યારે ચાલક 'એન્જિન સ્ટાર્ટ' કરવાનો ઓર્ડર આપે ત્યારે જ તે ચાલુ થાય છે. એટલું જ નહીં, સુરક્ષાના મામલે પણ આ મોપેડ અત્યંત કડક છે. જો ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય, તો તે ટ્રાફિકના કાયદાની કલમો ટાંકીને ચેતવણી આપે છે અને હેલ્મેટ પહેરવા મજબૂર કરે છે.
મનોરંજન અને માહિતીના ક્ષેત્રમાં પણ આ વાહન પાછળ નથી. તે ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોવાથી ગૂગલ સર્ચ દ્વારા તમારા પ્રશ્નોના જવાબ આપે છે, ગીતો સંભળાવે છે અને હળવી મજાક પણ કરે છે. મુકેશ ભાવસારના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટ સિસ્ટમ 5 વર્ષ જૂના અકસ્માતોની વિગતો પણ યાદ રાખી શકે છે. ભવિષ્યમાં આવા સ્માર્ટ વાહનો રોડ અકસ્માત ઘટાડવામાં અને માર્ગ સલામતી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
