તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
વાંસદા પંથકમાં ઉનાઈ મંદિરે 100થી વધુ આદિવાસી દંપત્તી ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી
સ્નાન. પૂજા અને શુદ્ધિકરણ વિધિ બાદ તમામે હિન્દુ ધર્મનું અનુસરણ કરવાનો સંકલ્પ કર્યો

નવસારી જિલ્લામાં આદિવાસીઓના ધર્માંતરણ વિવાદ વચ્ચે આજે વાંસદા તાલુકામાં આવેલા ઉનાઈ મંદિરે ખાતે 100થી વધુ આદિવાસી દંપત્તી ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. હિન્દુ સંગઠનના પ્રયાસથી આ તમામ યુગલોએ સનાતન ધર્મમાં ઘરવાપસી કરી હતી સ્નાન. પૂજા અને શુદ્ધિકરણ વિધિ બાદ તમામે હિન્દુ ધર્મનું અનુસરણ કરવાનો સંકલ્પ કર્યો હતો સનાતનમાં ઘરવાપસી કરનારા લોકોએ કહ્યું કે વર્ષો પહેલા લોભ-લાલચને કારણે અમે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો પરંતુ હવે અમે ફરી હિન્દુ ધર્મનો ભાગ છીએ.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
