<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

વલસાડના નેશનલ હાઈવે-48 પર બલીઠા નજીક હિટ એન્ડ રન:રાહદારીનું કરૂણમોત

રસ્તો ઓળંગી રહેલા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રાહદારી ફંગોળાઈને ડિવાઈડર પર પટકાય

 વલસાડ: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે .બલીઠા નજીક હિટ એન્ડ રનમાં રાહદારીનું મોત થયુ છે. આ અકસ્માતના કમકમાટી ભર્યા દૃશ્યો સામે આવ્યા છે. રસ્તો ઓળંગી રહેલા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રાહદારી ફંગોળાઈને ડિવાઈડર પર પટકાયો હતો  તે લગભગ 20 મિનિટ સુધી ડિવાઈડરની સેફ્ટી દિવાલ પર લટકતો રહ્યો હતો વાહનોના ધસારા વચ્ચે કોઈ રાહદારીની મદદે ન આવ્યું. અંતે રસ્તા પર પટકાતા અનેક વાહનો તેના પરથી પસાર થવા લાગ્યા, માનવતા મરી પરવારી હોય તેમ મૃતદેહ પરથી અનેક વાહનો પસાર થતા રહ્યા હતા ો

(6:07 PM IST)