હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 29th March 2026
નવસારી ખાણ-ખનીજ વિભાગની બીલીમોરા પાસે વહેતી અંબિકા નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી
દરોડા દરમિયાન સ્થળ પરથી 1 બાઝ મશીન અને 2 રેતી કાઢવાના મશીનો સહીત 25 લાખનો મુદામાલ જપ્ત

નવસારીની અંબિકા નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. નવસારી ખાણ-ખનીજ વિભાગે બીલીમોરા પાસે વહેતી અંબિકા નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર ત્રાટકી મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 1 બાઝ મશીન અને 2 રેતી કાઢવાના મશીનો મળી આવ્યા છે, જપ્ત કરાયેલી મશીનરીની બજાર કિંમત અંદાજે ₹25લાખ આંકવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી અંબિકા નદીના કિનારે રેતી ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અભય કિરણ ઓડ સામે ગુનો દાખલ કરી કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
