<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

હિંમતનગરના આગિયોલમાં તીક્ષ્ણ હથીયાર વડે વૃદ્ધના ગળામાં ઘા ઝીંકી હત્યા :શંકાસ્પદ આરોપીની ગામડી નજીકથી લાશ મળી

તપાસ કરતા મૃતક આગિયોલની હત્યાની ઘટનાનો આરોપી કાનજી મકવાણા હોવાની ઓળખ થઈ: હિંમતનગર ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

હિંમતનગરના આગિયોલમાં વૃદ્ધની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રી દરમિયાન તીક્ષ્ણ હથીયાર વડે વૃદ્ધના ગળામાં ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે. અગાઉના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હત્યા કરી આરોપી કાનજી મકવાણા રાત્રીના અંધકારમાં ભાગી ગયો હતો. હત્યાની ઘટનાને પગલે ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

   તપાસ દરમિયાન સવારના અરસા દરમિયાન ગામડી નજીકથી હત્યારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. અજાણ્યા પુરુષની લાશ મૃત હાલતમાં હોવાનું જાણવા મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતા મૃતક આગિયોલની હત્યાની ઘટનાનો આરોપી કાનજી મકવાણા હોવાની ઓળખ થઈ હતી. ગાંભોઈ પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. હિંમતનગર ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા .

(7:47 PM IST)