<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

રાજ્યમાં કમોસમી વરસાદની અસરને કારણે ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે

ગરમીના દિવસોમાં આ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરશે પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારો પણ અનુભવાઈ શકે

  અમદાવાદ :કમોસમી વરસાદની અસરને કારણે આગામી 4 દિવસમાં રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.અમદાવાદમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તાપમાન આશરે 37°C ની આસપાસ રહેવાની શક્યતા છે. તેવી જ રીતે ગાંધીનગરમાં પણ તાપમાન 36°C ની આસપાસ રહેશે. ગરમીના દિવસોમાં આ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરશે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારો પણ અનુભવાઈ શકે છે.

 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, "હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે સંકળાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના આકાશમાં વાદળો જમા થયા છે. 30 માર્ચે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે. ખેડૂતોએ પાકની જાળવણી માટે જરૂરી પગલાં લેવા જોઈએ કારણ કે 2 અને 3 એપ્રિલે વરસાદનો બીજો રાઉન્ડ પણ આવી શકે છે."

(7:56 PM IST)