એપ્રિલ મહિનામાં પણ ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
. પશ્ચિમી વિક્ષોપની ગતિવિધિના કારણે મહત્તમ તાપમાન ઘટીને 30 ડિગ્રીની આસપાસ પહોંચી જશે.

અમદાવાદ :જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આજે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
અનેક ગામોમાં વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થતાં ખેડૂતોને કેરી, તલ અને બાજરી સહિતના પાકમાં નુકસાની ચિંતા સતાવવા લાગી છે. ગત સપ્તાહે પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. હવે ફરીથી વરસાદ વરસવાનું શરૂ થતાં ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.
આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, માર્ચ બાદ એપ્રિલ મહિનામાં પણ એક પછી એક મજબૂત સિસ્ટમ આવતી જશે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાંથી ઉઠતા પશ્ચિમી વિક્ષોપના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે.
જેમાં મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના ઘણાં ભાગોમાં સખ્ત પવનના તોફાનો થશે. આ સાથે જ 9 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડશે. પશ્ચિમી વિક્ષોપની ગતિવિધિના કારણે મહત્તમ તાપમાન ઘટીને 30 ડિગ્રીની આસપાસ પહોંચી જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
