News of Monday, 30th March 2026
આરોપીઓનું કાર્યક્ષેત્ર ગુજરાતના સીમાડા વટાવી દેશભરમાં ફેલાયું હોવાના પુરાવા મળતા ખળભળાટ
શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અધધ રકમની કમાણીની લાલચમાં કરોડોના ફ્રોડમાં સુરત સાયબર ક્રાઈમ દ્વારા પકડાયેલ આરોપીઓની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો : અનુપમસિંહ ગેહલોતના સાયબર ક્રાઈમ વિરુદ્ધના અભિયાનની તપાસમાં ઘડાયેલ રણનીતિનો અક્ષરશઃ અમલ ક્રાઈમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી બિશાખા જૈનની ટીમ દ્વારા સફળતાના દ્વાર ખુલ્યાઃ એસીપી શ્વેતા ડેનિયલ અને પોલીસ ઇન્સ્પેકટર એન. આર.પટેલ તથા સ્ટાફ ટેકિનકલ સર્વેલેન્સ તથા કુનેહપૂર્વક તપાસ આગળ વધારતા મૂળ સુધી પહોંચ્યાઃ વાયરલ કિસ્સાની વિસ્તૃત વાત


રાજકોટ તા. :.. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી મોટી રકમની કમાણીની લાલચ આપી ૩ કરોડ,૧૪ લાખથી વધુ રકમની છેતરપિંડી આચવાના ગુન્હાની ગંભીરતા સમજી આ સમગ્ર મામલે સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા સંપૂર્ણ તપાસ ખૂબ સારી રીતે થાય તે માટે પોતાના સાયબર માફીયાઓ વિરુદ્ધના અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાને માર્ગદર્શનમાં આ તપાસ સાયબર ક્રાઇમના અનેક પડકારજનક ગુન્હામાં પરિણામલક્ષી તપાસ કરનાર ડેપ્યુટી પોલીસ કમિશનર બિશાખા જૈનના નેતૃત્વ હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ, અને પોલીસ ઇન્સ્પેકટર એન.આર પટેલ અને તેમની ટીમ દ્વારા નીચે મુજબના આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળવા સાથે દેશ ભરમાં આ લોકો વિરુદ્ધ નોંધાયેલ કેસોની વિગત બહાર આવતા ગુજરાતભરમાં લોકો ચોકી ઉઠ્યા છે.
અટક કરેલ આરોપીઓ
(૧) રાજેશ S/O લાખાભાઈ કેશવભાઈ રૂડાણી. ઉ.વ.૫૪, ધંધો.વેપાર, રહે.ઘર નં.૨૯૯, ક્ષમા સોસાયટી પરિશ્રમ એપાર્ટમેન્ટ ની પાસે અટલજી નગરની સામે, વરાછા સુરત શહેર
ગુન્હામાં ભૂમિકા આ કામના આરોપીના Baroda Gujarat Gramin Bank NC No.૩૦૬૫૦૨૦૦૦૦૦૨૮૭ . માં રૂા. ૧,૦પ,૦૦૦ ફરીયાદીની ફ્રોડમાં ગયેલ રકમ જમા થયેલ છે. આ બેંક એકાઉન્ટમાં કુલ રૂ.૧,૧૨,૦૦,૦૦૦/- ના ટ્રાન્જેકશનો જણાઇ આવેલ છે અને આ બેંક એકાઉન્ટ ઉપર નેશનલ સાયબર ક્રાઇમ રીપોટશ્નગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યમાં મળી કુલ-૧૪ ફરિયાદો થયેલ છે અને તેમાં રૂ.૧,૭૯,૮૯,૮૮૦/- ની છેતરપીંડી થયેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે અને આ આરોપીએ ટ્રાન્જેકશનના એક ટકા કમિશન ઉપર પોતાનું એકાઉન્ટ આરોપી નં.૦ર ને આપેલ હતુ.
(૨) ફુલભાઇ S/O નનુભાઇ કુરજીભાઇ માંડણકા. ઉ.વ.૪૦, ધંધો.વેપાર, રહે.ઘર નં.૪૦૪, બી-૩, વ્રજરાજ રેસીડેન્સી, વ્રજચોક, સરથાણા જકાતનાકા, સુરત શહેર
ગુન્હામાં ભૂમિકા આ આરોપીએ આરોપી નં.૦૧ પાસેથી ટ્રાન્જેકવાનના એક ટકા કમિશન ઉપર એકાઉન્ટ મેળવી નાસતા ફરતા આરોપી હિરેન નાઓને સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ટ્રાન્જેકશનના દોઢ ટકા કમિશન ઉપર આપેલ હતુ.
ટીપ્સ ઓનલાઈન ફોરેક્ષ ટ્રેડીંગ, ગોલ્ડ માઇન, શેર માર્કેટમાં રોકાણ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે તેવી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવું.
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઉપર આવતી લલચામણી ઓફરોથી લલયાશો નહિ તેમજ કોઇ પણ અજાણી વ્યકિત સાથે સંપુર્ણ ખરાઇ કર્યા બાદ જ નાણાકીય લેવડ ડેવડ કરવી.
ગુન્હામાં ભૂમિકા આ કામના આરોપીના Baroda Gujarat Gramin Bank A/C No.૩૦૬૫૦૨૦૦૦૦૦૨૮૭ . માં રૂા. ૧,૦પ,૦૦૦ ફરીયાદીની ફ્રોડમાં ગયેલ રકમ જમા થયેલ છે. આ બેંક એકાઉન્ટમાં કુલ રૂ.૧,૧૨,૦૦,૦૦૦/- ના ટ્રાન્જેકશનો જણાઇ આવેલ છે અને આ બેંક એકાઉન્ટ ઉપર નેશનલ સાયબર ક્રાઈમ રીપોટશ્નગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યમાં મળી કુલ-૧૪ કૃરિયાદો થયેલ છે અને તેમાં રૂ.૧,૭૯,૮૯,૮૮૦/- ની છેતરપીંડી થયેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે અને આ આરોપીએ ટ્રાન્જેકશનના એક ટકા કમિશન ઉપર પોતાનું એકાઉન્ટ આરોપી નં.૦૨ ને આપેલ હતું.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
