News of Monday, 30th March 2026
વલસાડના ડુંગરી ફળીયા વિસ્તારમાં મદીના મસ્જિદ નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ: 20થી 25 જેટલા ગોડાઉન બળીને ખાખ
ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકના બેગ અને કેમિકલના ડ્રમને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ: ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટનાસ્થળે દોડી

વલસાડના ડુંગરી ફળીયા વિસ્તારમાં મદીના મસ્જિદ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજે 20થી 25 જેટલા ગોડાઉન બળીને ખાક થઈ ગયા હતા.ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકના બેગ અને કેમિકલના ડ્રમને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
