<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરના કારણે આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

  કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે. આ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે આગામી ચાર દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. ઉપરાંત, 2 એપ્રિલે ફરીવાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

 

(11:08 AM IST)