તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
વડતાલ ધામમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૭ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપીઃ ૭ પાર્ષદોનું મોક્ષના માગે પ્રયાણ

વડતાલ ધામઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની આજ્ઞા અને ઉપાસના ના કેન્દ્ર સમા વડતાલ ધામમાં આજે કમલા એકાદશીના શુભ દિને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૭ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ગાદી આરુઢ થયા બાદ આજ સુધીમાં ૯૩૯ પાર્ષદોને ભાગવતી દીક્ષા પ્રદાન કરી ચૂકયા છે. જેમાં વડતાલના ૪૮૪ સંતો, જૂનાગઢના ૩૮૪ સંતો, ગઢડાના ૬૩ સંતો, ધોલેરાના ૦૮ સંતોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ ધામમાં કાર્તિકી સમૈયામાં તથા ચૈત્રી સમૈયામાં એકાદશીના શુભ દિને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને પાર્ષદોને આચાર્ય મહારાજશ્રીના હસ્તે ભાગવતી દીક્ષા આપવામાં આવે છે.
ચૈત્રી એકાદશીના શુભ દિને રાજભોગ આરતી બાદ આચાર્ય મહારાજ શ્રી સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસને વડતાલ મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામી સાથે પધાર્યા હતા. જ્યાં આચાર્ય મહારાજે ૭ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. મહારાજશ્રીએ સર્વ દીક્ષાર્થી પાર્ષદોને કંઠી યજ્ઞોપવિત્ (જનોઈ) ધારણ કરાવી હતી. ત્યારબાદ કાનમાં ગુરુમંત્ર આપ્યો હતો. સર્વ દીક્ષાર્થીઓને પોતાના ગુરુની આજ્ઞામાં રહી શાષાો નો અભ્યાસ કરવાની શીખ આપી હતી. દીક્ષા વિધિ પૂર્ણ થયા બાદ આચાર્ય મહારાજ શ્રી સાથે સૌ દીક્ષાર્થી સંતોને લઈ નિજ મંદિરમાં બિરાજમાન દેવોના દર્શન કરવા પધાર્યા હતા. દર્શન કરી દીક્ષાર્થી સંતો મહારાજ શ્રી સાથે સભા મંડપમાં પધાર્યા હતા આ વખતે સૌ હરી ભક્તોએ દીક્ષાર્થી સંતોને તાલીઓના ગડગડાટ સાથે વધાવી અભિનંદન પાઠવ્યા હતા..
બાદમાં સૌ દીક્ષાર્થી સંતો આચાર્ય મહારાજ શ્રી સાથે સ્ટેજ ઉપર પધાર્યા હતા. જ્યાં પારાયણના વક્તા શાષાી નારાયણચરણ સ્વામીએ તથા સત્સંગ મહાસભાના પ્રમુખ શાષાી નૌતમ પ્રકાશદાસજીએ દીક્ષાર્થી સંતોનું સ્વાગત કર્યું હતું. ગાદીવાળા માતળશ્રીએ ૦૬ સાંખ્યયોગી બહેનોને દીક્ષા આપી હતી. ગાદીવાળા માતળશ્રીએ આજે એકાદશીના દિવસે ૦૬ સાંખ્યયોગી બહેનોને દીક્ષા આપી હતી. ગાદીવાળા માતળશ્રીએ ગાદી આરુઢ થયા બાદ આજ દિન સુધીમાં ૩૭૨ સાંખ્યયોગી બહેનોને દીક્ષા આપી છે.
પાર્ષદ માધવ ભગત નવું નામ સાધુ બ્રહ્મમુનિદાસજી વડતાલ
પાર્ષદ ધ્રુવ ભગત નવું નામ સાધુ મુકતમુનિદાસજી વડતાલ
પાર્ષદ પ્રકાશ ભગત નવું નામ સાધુ સેવપ્રિયદાસજી વડતાલ
પાર્ષદ નીલકંઠ ભગત નવું નામ સાધુ નીલકંઠસ્વરૂપદાસજી જુનાગઢ
પાર્ષદ કુલદીપ ભગત નવું નામ સાધુ કરુણામૂર્તિદાસજી જુનાગઢ
પાર્ષદ ચિંતન ભગત નવું નામ સાધુ અખંડજીવનદાસજી જુનાગઢ
પાર્ષદ મયંક ભગત નવું નામ સાધુ સાધુ મનનપ્રિયદાસજી જુનાગઢ ને દિક્ષા વડતાલના ૦૩ અને જૂનાગઢના ૦૪ સંતોને દિક્ષા અપાઈ હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
