<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

બદલી સ્‍થળે કાલે જ હાજર થવા મુખ્‍ય પોલીસ વડા દ્વારા તમામ પોલીસ ઇન્‍સ્‍પેકટરોને તાકીદના આદેશ

ડો.કે.એલ એન.રાવે ૭૦૦થી વધુ પીઆઇની બદલી કરતા અગાઉ કાર્ય કુંડલીનો અભ્‍યાસ કરેલઃ વધુ એક કસોટીમાં ઉતીર્ણ : કોઈ જાતની રજા ભોગવવાની પણ મનાઈઃ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પહેલા આખા વિસ્‍તારની પરિસ્‍થિતિથી નવા આવનાર અધિકારી માહિતગાર થાય તેવો હેતુ

રાજકોટ, તા.૩૦: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન. રાવ દ્વારા ચાર્જ સાંભળ્‍યા પછી પ્રજાને સીધા સ્‍પર્શતા પ્રશ્‍નોના ઊંડાણમાં પોહચી તેનો અભ્‍યાસ કરી તેના નિકાલ દ્વારા એક અમીટ છાપ છોડી છે, જેમકે સાયબર ક્રાઈમ હેલ્‍પ લાઈનો ઉપયોગ વધતા તેની સંખ્‍યા બેવડી કરી, ૧૧૨ પોલીસ, એમ્‍બ્‍યુલન્‍સ, મહિલા હેલ્‍પ લાઇનનો સમય ગાળો ઓછો કરાવ્‍યો, આખા ગુજરાતના ટોચના અધિકારીઓને એક સ્‍થળે ભેગા કરી બેઠકો કરવાને બદલે પ્રજા સાથે પોલીસના પ્રશ્‍નો સમજવા માટે વન ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ બેઠક, ઝોન વાયઝ બેઠક અને તેમાં પણ ફકત સિનિયર ips બદલે તમામ એસપી, ડીસીપી, આર્મ્‍સ યુનિટ, જેલ સહિત બ્રાન્‍ચના અધિકારીઓને સામેલ કરી તેમના વિચારો સીધા જાણી અમલ પ્રથા સરાહનીય બની રહી, પોસ્‍ટિંગ વગર ૧ વર્ષ જેટલા સમયથી ઘેર બેઠેલા સિનિયર IPS માટે સતત રજૂઆત કરી ન્‍યાય અપાવ્‍યો. તાજેતરમાં તેમને માટે ૨૫૦ psi જે બઢતી છતાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે પોસ્‍ટિંગ વગર હતા, તેમના ઓર્ડર સાથે બીજા કુલ ૭૦૦ થી વધુ ઓર્ડર કરવામાં ખૂબ કસોટી હતી, વિશાળ અનુભવ આધારે દરેકની કાર્યકુંડલી કઢાવી મહદ અંશે તે પ્રમાણે પોસ્‍ટિંગ કર્યા હોવાની ચર્ચા, એક જ રીજીયન નહીં અન્‍ય રીજ્‍યનનો અનુભવ મળે તેવી કાળજી રાખવા પ્રયત્‍નશીલ રહ્યા, ઘણા ખૂબ સક્ષમ અને ચોક્કસ રીજીયનમાં તેમની ખૂબ જરૂરિયાત છે, બાળકોના એજ્‍યકેશન માટે મુશ્‍કેલી છે, તે રજૂઆત પણ સાંભળવા પ્રયત્‍નશીલ રહ્યા છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અંતર્ગત જગ્‍યાઓ ખાલી ન રહે નવા આવનારને અભ્‍યાસની પૂરતી તક મળે અને કાયદો વ્‍યવસ્‍થા આને કારણે સુદ્રઢ રહે તે માટે જેમની બદલી કરી છે, તેમને કાલે ૩૧મી સુધીમાં હાજર થવા આદેશ કર્યો હોવાનું સૂત્ર જણાવે છે, કોઇ જાતની હાલ કોઈ લીવ ભોગવ્‍યા વગર હાજર થવા આદેશ આપવામાં આવ્‍યો છે.

(12:04 PM IST)