તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
ગાંધીનગરના જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા રવિન્દ્ર ખટાલે

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના નવા કલેક્ટર તરીકે શ્રી રવિન્દ્ર ખટાલે (ત્ખ્લ્, ૨૦૧૬ બેચ) એ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. ગાંધીનગર કલેકટર શ્રી તરીકે જોડાયા પહેલા તેઓ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. નવ નિયુક્ત કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલેનું ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રાંત અધિકારીશ્રીઓ તથા અન્ય અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગાંધીનગર કલેક્ટરનો વધારાનો હવાલો શ્રી જે.એન. વાઘેલા સંભાળતા હતા.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
