<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

આ અઠવાડીયામાં ચુંટણીની થશે જાહેરાત? બુધવારે અંતિમ મતદાર યાદી પ્રસિધ્‍ધ કરાશે

કાગાડોળે રાહ જોતા નેતાઓ માટે આ સપ્‍તાહ રોમાંચપૂર્ણ રહેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા વહીવટી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૧ એપ્રિલના રોજ રાજ્‍યભરની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

રાજ્‍ય ચૂંટણી આયોગના સૂત્રોના જણાવ્‍યા મુજબ, મતદાર યાદી ફાઈનલ થતાની સાથે જ ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે.એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાની પ્રબળ શકયતા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ જે તે વિસ્‍તારોમાં આદર્શ આચારસંહિતા અમલી બની જશે.

ચૂંટણીની સંભવિત જાહેરાતને પગલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના મુખ્‍ય રાજકીય પક્ષોએ પોતાની વ્‍યૂહરચના તેજ કરી દીધી છે. સ્‍થાનિક સ્‍તરે જીતી શકે તેવાઉમેદવારોની યાદી તૈયાર કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે.સોશિયલ મીડિયાથી લઈ ડોર-ટુ-ડોર કેમ્‍પેઈન માટેના રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યા છે.‘‘૧ એપ્રિલે અંતિમ યાદી જાહેર થયા બાદ વહીવટી તંત્ર સત્તાવાર જાહેરાત માટે સજ્જ છે. આ વખતે નવા મતદારોની સંખ્‍યા નિર્ણાયક સાબિત થઈ શકે છે.''

(4:14 PM IST)