News of Monday, 30th March 2026
પંચમહાલ :ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો મોટો છબરડો : નવું પ્રશ્નપત્ર મોકલવું પડ્યું
બી.કોમ સેમેસ્ટર-4ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયના પેપરમાં ભૂલથી સેમેસ્ટર-2ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ મૂંજાયા

પંચમહાલ જિલ્લામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો એક મોટો છબરડો સામે આવ્યો છે. બી.કોમ સેમેસ્ટર-4ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયના પેપરમાં ભૂલથી સેમેસ્ટર-2ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓમાં ગોંધીમચી ગઈ હતી. કાલોલની એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી આ મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ અંગે સુપરવાઈઝરનું ધ્યાન દોરતા યુનિવર્સિટીના સંચાલકોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ નવું પ્રશ્નપત્ર મોકલ્યું હતું અને વિદ્યાર્થીઓને તે લખવા માટે અલગથી વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
