તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં શુદ્ધ સેવા જ હોય : પદ્મશ્રી ડો.જગદિશભાઇ ત્રિવેદી
શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર વિભાગ સેવા મિલન યોજાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા વિભાગ સેવા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવેલ સેવાકાર્યોની ડોક્યુમેન્ટરી વિડીયો ફિલ્મ બતાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઇ ઓઝા દ્વારા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગરની વેબસાઇટનું લોન્ચિગ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ચાલી રહેલા સેવાકાર્યો અંગે કાર્યકર્તાઓ દ્વારા અનુભવો પણ જણાવવામાં આવ્યા હતા.
શ્રી વડવાળા મંદિર દુધરેજના કોઠારી શ્રી મુકંદરામજીએ જણાવ્યુ હતુ કે, શિક્ષક, સંત અને સંઘ તરફ લોકો પ્રેમ ભાવથી જુએ છે. દેશમાં કોઇ પણ પ્રકારની આપત્તિ આવે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સેવા કરતા જોવા મળે છે. સનાતન હિન્દુ સમાજને એક કરવાનું કાર્ય સંઘ કરી રહ્યુ છે.
જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી ડો.જગદિશભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં શુદ્ધ સેવા જ હોય. સેવામાં અહંકાર ન આવે તે માટે સંઘના નિયમોરૂપી છાપરૂ માથે રાખવુ જોઇએ. સેવાના હેવા પાડવા અને લેના બેંક નહિ પણ દેના બેંક બનવું જોઇએ. કોઇ પણ સ્વરૂપે કાંઇ પણ મહેનત વગર આપણી પાસે ન આવવું જોઇએ. આપણી ભાષા, ભૂષા, ભોજન અને ભજન ક્યારે પણ ન બદલાવા જોઇએ અને આ ચાર શબ્દો ન બદલાય તો જ નિસ્વાર્થ સેવાના માર્ગ પર ટકી શકાય છે. સેવક ઘણા પ્રકારના હોય છે તેમાથી સ્વયંસેવક સર્વશ્રેષ્ઠ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે, સેવાએ હિન્દુ સમાજનો સહજ સ્વભાવ છે. વ્યાસજીએ કહ્યુ છે કે પરોપકાર એ પુણ્ય છે અને બીજાને પીડા આપવી એ પાપ છે. સંપુર્ણ હિન્દુ સમાજમા કોઇ વંચિત કે પિડીત ન રહેવું જોઇએ. આપણા સુરેન્દ્રનગર વિભાગમાં પણ નગર/ગામડાઓ સેવાકાર્યો પહોંચાડીએ. સમાજ તો સહયોગ આપવા તૈયાર છે, આપણે આપણી ક્ષમતા વધારવી પડશે. માત્ર આર્થિક જ નહીં તન મન ધનથી સમાજ સહકાર આપવા તૈયાર છે.
સુરેન્દ્રનગર વિભાગ કાર્યવાહ મનસુખભાઇ સભાણીએ જણાવ્યુ હતું કે, સ્વયંસેવકો તો સેવા કરતા જ હોય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક પુજનિય ડોક્ટર સાહેબના જન્મ શતાબ્ધી વર્ષથી સંઘમાં સેવા વિભાગની શરૂઆત કરવામાં આવી છે. સંઘ દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબનમાં સેવાકાર્યો કરવામાં આવે છે. દેશભરમાં ૯૬૦૪૫ સેવા કાર્યો ચાલી રહ્યા છે. સેવાકિય કાર્યોનો વ્યાપ હજુ પણ વધારવો જોઇએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સદભાવ કાર્યનું કામ સંભાળનાર ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યુ હતુ કે, સનાતન હિન્દુ ધર્મમાં આપણને ગળથુથીમા જ સેવાના સંસ્કાર મળે છે. મતાંતરણ/ધર્માંતરણ કરાવ્યા વગર શુધ્ધ સાત્વિક સેવા કરવીએ આપણી પરંપરા છે. આજે સેવા લેનાર વ્યક્તિ સ્વાવલંબી બનીને સેવા આપનાર બને એ આપણું લક્ષ્ય છે. સમાજમાં રહેવા વંચિક, અભાવગ્રસ્ત લોકોને ઉપર ઉઠાવવાએ આપણી ફરજ છે. સનાતની તરીકે આ કામ આપણે કરવુ જોઇએ
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
