તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 30th March 2026
વાપીમાં બુરખા અને માસ્ક પહેરી ચોર ટોળકી સક્રિય:કટલેરીની દુકાનમાં ચોરીની બે ઘટનાઓ
આ ફૂટેજ વાયરલ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો અને પોલીસ તપાસની માગ ઉઠી

વલસાડના વાપી સ્થિત ગુંજન વિસ્તારમાં એક કટલેરીની દુકાનને નિશાન બનાવતી ચોર ટોળકીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ દુકાનમાં બે અલગ-અલગ ઘટનાઓ બની છે, જેમાં એક કિસ્સામાં બુરખાધારી મહિલાઓ નજર ચૂકવી ચોરી કરતી દેખાય છે, જ્યારે અન્ય એક વીડિયોમાં માસ્ક પહેરેલા પુરૂષ અને સ્ત્રી ગ્રાહક બનીને આવ્યા બાદ ચોરી કરતા ઝડપાયા છે. પોતાની ઓળખ છુપાવવા માટે ચોરોએ બુરખા અને માસ્કનો સહારો લીધો હતો. હાલ આ ફૂટેજ વાયરલ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસ તપાસની માગ ઉઠી છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
