હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ટાળવા કાર્યપદ્ધતિ જાહેર
તમામ વિભાગોને સમયમર્યાદાનું ચુસ્ત પાલન કરવા સૂચના : કચેરીના અને વિભાગના વડાને દરખાસ્ત માટે નિયત સમય મર્યાદા અપાઈ

અમદાવાદ તા.૩૧: સરકારી અધિકારી-કર્મચારીઓ અને પેન્શનરોની સેવાને લગતી બાબતોમાં હાઇકોર્ટના ચૂકાદાના લઈને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ટાળી શકાય અને ચૂકાદા સંદર્ભે અન્ય કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે વહીવટી વિભાગોએ કેવી કાર્યપધ્ધતિ અપનાવવી તેની સરકારને સૂચના બહાર પાડવાની ફરજ પડી છે. ચૂકાદા સંદર્ભે અપાયેલી સમય મર્યાદાનું ચૂસ્તપણે પાલન કરવા પણ વિભાગોને તાકીદ કરવામાં આવી છે
સરકારની સેવા વિષયક બાબતોમાં કર્મચારીઓ અને એસોસિએશનો દ્વારા કોર્ટમાં પીટીશન દાખલ કરીને જુદા જુદા લાભની માગણી કરાતી હોય અને કોર્ટ દ્વારા ચૂકાદા પણ અપાય છે. તેમાં પીટીશનરો દ્વારા તરફેણમાં ચુકાદા આપ્યા હોય તેવા કેસમાં સમય મર્યાદામાં કાર્યવાહી ન થવાથી અને ચૂકાદાનું પાલન ન થતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પરિસ્થિતિ ઊભી થાય છે. ૨૦૨૪માં વન અને પર્યાવરણ વિભાગના કેસમાં ચુકાદાનું સમયસર પાલન ન થતા કન્ટેટની સ્થિતિ સર્જાઈ હતી. માર્ચ-૨૦૨૬માં સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા અપાયેલા સૂચનો અંગે સમયસર કાર્યવાહી કરવા ૩-૩-૨૦૨૬નો પરિપત્ર રદ કરીને તમામ વિભાગો માટે નવી કાર્યવાહી જાહેર કરાઈ છે.
જેમાં ચૂકાદો સ્વીકારવાનો અભિપ્રાય હોયતો નિયત સમય મર્યાદામાં દરખાસ્ત કરવાની રહેશે. જેમાં કચેરીના વડાએ ચૂકાદાની દરખાસ્ત અંગે પોતાના અભિપ્રાય અને ચેકલીસ્ટ સાથે ૧૨ દિવસમાં સરકારી વકીલના પણ અભિપ્રાય સાથે ૧૨ દિવસમાં ખાતાના વડાને રજૂ કરવાની રહેશે. ખાતાના વડાએ તેની ચકાસણી કરીને પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે વહીવટી વિભાગને ૧૦ દિવસમાં રજૂ કરવી પડશે. વહીવટી વિભાગે પણ તેની ચકાસણી કરીને નાણા વિભાગને અભિપ્રાય સાથે દરખાસ્ત રજૂ કરવાની રહેશે. નાણા વિભાગે સમગ્ર બાબતો ચકાસીને તેનો પંદર દિવસમાં અભિપ્રાય કે મંજૂરી આપીને દરખાસ્તનો નિકાલ કરવાનો રહેશે. લીટીગેશન માટેની સમય મર્યાદામાં અપીલ ધખલ કરીને ચૂકાદાના અમલીકરણે સામે સ્ટે મેળવવાનો રહેશે. આ માટે એક સપ્તાહથી લઈને વિવિષ અધિકારી અને સંબંધિત અધિકારી માટે કુલ ૩૨ દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
જો ચૂકાદાનો અમલ કોઈ કારણસર સમયસર કરી શકાય તેમ ન હોય તો કોર્ટ પાસેથી વધારાનો સમય મેળવવા નિયત સમય મર્યાદામાં જરૂરી અરજી કરવાની રહેશે. આ સમય મર્યાદાનું કડક પાલન કરવા પણ વિભાગને જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
