તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
કાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની આખરી મતદાર યાદી આવશે
PM મોદીની આજે ગુજરાત મુલાકાતઃ એકાદ-બે દિ'માં ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા : ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ પહેલાની તારીખ સુધી નવા નામો દાખલ કરી શકાશે, નામ સુધારો કરી અને નામો કમી કરી શકાશે

અમદાવાદ,તા.૩૧: રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી તથા નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી આગામી સમયમાં યોજાશે. આ માટેની મતદાર યાદી રાજ્ય ચૂંટણી પંચે તૈયાર કરી છે. ૨૩ માર્ચે તેની પ્રાથમિક પ્રસિદ્ધિ કરાઈ હતી અને હવે આવતીકાલે ૧ એપ્રિલ-૨૦૨૬ના રોજ તેની આખરી પ્રસિદ્ધિ કરાશે. બજેટ સત્ર ૨૫ માર્ચે પૂરું થઈ ચૂક્યું છે. વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેમના પરત ગયાના એકાદ-બે દિવસમાં જ આ ચૂંટણીઓની જાહેરાત થઈ જશે.
તાલુકા પંચાયતોના મતદાર વિભાગોની મતદાર વિભાગવાર આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીઓમાં ગુજરાત પંચાયત આ દરમિયાનમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કહેવાયું છે કે, રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ જિલ્લા-તાલુકા પંચાયતોના મતદાર વિભાગોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ પહેલાંની તારીખ સુધી નવા નામો દાખલ કરી શકાશે, નામ સુધારો કરી શકશે અને નામો કમી કરી શકાશે. આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી (પુરવણી સહિત)ની બે નકલ (બેક નકલ છાપેલી બને બીજી નકલ સોફટકોપીમાં FDF સ્વરૂપે-મતદારોના ફોટા વગરની) સંબંધિત નિયમોનુસાર માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવા તથા ચૂંટણી પ્રક્રિયા માટે મતદાર યાદીની જરૂર પૂરતી નકલો કઢાવી રાખવા પૂર્વ આયોજન હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
