<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ભોજનની થાળીના ભાવ ૨૦થી ૩૦ રૂપિયા વધ્‍યા

કોમર્શિયલ સિલિન્‍ડરના કાળાબજારે મોંઘવારી વધારી : પ્રજા પર ચાથી લઈ ફાસ્‍ટફૂડ સુધી ભાવ વધારાનું ભારણઃ ખાણી-પીણીના અનેક નાના વેપારીઓએ ધંધા બંધ કર્યા

અમદાવાદ, તા.૩૧: રાંધણ ગેસ મામલે સ્‍થિતિ કાબૂમાં હોવાના ગાણાં સરકાર ભલે ગાઈ રહી હોય, પરંતુ અમદાવાદ શહેરમાં ખાણી-પીણીના વ્‍યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓની કમ્‍મર ભાંગી ગઈ છે પરિણામે અનેક નાના વેપારીઓએ ધંધા બંધ કરી દીધા છે અથવા તો ફેરવી નાંખ્‍યા છે. બીજી તરફ કમર્શિયલ સિલિન્‍ડરના કાળાબજારે મોંઘવારી વધારી હોય તેમ ખાણી-પીણીની તમામ વસ્‍તુઓના ભાવ વધવા માંડ્‍યાં છે. ચાની ચુસ્‍કીથી લઈને ભોજનની થાળી સુધી ભાવ વધારાનું ભારણ પ્રજા પર આવ્‍યું છે. ઈરાન-ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે ભારતમાં એલપીજીની અછત શરૂ થઈ છે. જેના પગલે સરકારે ખાણી-પીણીના ક્ષેત્રમાં માત્ર એલપીજીનો ૨૫ ટકા જથ્‍થો જ સપ્‍લાય કરવાનો નિર્ણય કર્યો છે.

કારણે સ્‍થિતિ વધારે ખરાબ થઈ છે. અમદાવાદ શહેરમાં ખાણી-પીણીનો વ્‍યવસાય કરતા લારીવાળા અને નાના વેપારીઓને સત્તાવાર રીતે કમર્શિયલ એલપીજી સિલિન્‍ડર મળી રહ્યો નથી. પરિણામે રૂ.ચારથી પાંચ હજાર ચૂકવીને કાળા બજારીમાં સિલિન્‍ડર ખરીદવો પડે ટ્ટ છે.

વચેટિયાઓને ચૂકવાયેલી આ વધારાની રકમનો ભાર આખરે તો ગ્રાહકો પર જ આવે છે.નાના રેસ્‍ટોરન્‍ટમાં ગુજરાતી-પંજાબી જેવી ભોજનની

ભાવવધારી રૂ.૧ થાળીઓનો ભાવ વધારી રૂ. ૧૪૦થી ૧૫૦ સુધી કરી દેવાયો છે. આવી રીતે જ ફોસ્‍ટફૂડમાં વડાપાંઉ અને દાબેલી જેવી વસ્‍તુઓનો ભાવ રૂ.૩૫થી ૪૦ સુધી પહોંચ્‍યો છે. સામાન્‍ય દિવસોમાં આ વસ્‍તુઓ રૂ. ૨૫થી ૩૦ની સરેરાશ કિમતે મળતી હતી. આ સિવાય ચાની ચુસ્‍કી પણ મોંઘી થઈ છે. આખી ચા રૂ. ૨૦થી ૩૦ અને કટિગ ચાનો સામાન્‍ય ભાવ રૂ.૧૫ સુધી પહોંચ્‍યો છે. એકાદ મહિનો આવી જ સ્‍થિતિ રહેશે તો આ ભાવ વધારે વધે તેવી પૂરી શક્‍યતાઓ છે. અલબત, આજે પણ ઘણા નાના વેપારીઓ અગાઉની મૂળ કિમતે જ ખાણી-પીણીની વસ્‍તુઓ વેચી રહ્યા છે

અછતના કારણે નહીં, અરાજકતાના કારણે ભાવ વધ્‍યાં!

બજારના જાણકારોના મતે ખાણી-પીણીની વસ્‍તુઓમાં થઈ રહેલા ભાવ વધારા માટે અછત નહીં, પરંતુ અરાજકતા વધારે જવાબદાર છે. સરકાર કમર્શિયલ એલપીજીની કાળાબજારી ડામવામાં નિષ્‍ફળ રહી છે. પરિણામે નિયમ મુજબ ૨૫ ટકા જથ્‍થામાં પણ ખાણી-પીણીવાળાને સિલિન્‍ડર મળતો નથી. સામાપક્ષે કાળાબજારમાં પાંચ હજારમાં છૂટથી બાટલો મળે છે.

અમદાવાદ શહેરમાં કંઈ વસ્‍તુમાં કેટલો ભાવ વધારો?

ભોજનની થાળી ૨૦થી ૩૦ રૂપિયા

ફાસ્‍ટફૂડ     ૫થી ૧૫ રૂપિયા

ફરસાણ (કિલો) ૩૦થી ૫૦ રૂપિયા

ચા          ૩થી ૫ રૂપિયા

પંજાબી સબ્‍જી   ૨૫થી ૪૦ રૂપિયા

(10:12 AM IST)