News of Tuesday, 31st March 2026
૧૫ વર્ષની સુરતની બાળાએ બાળકને જન્મ આપતા પોલીસે સમય ગુમાવ્યા વગર ભેદ ખોલી નાખ્યો...
ડ્રિંકમાં નશીલા પદાર્થ ભેળવી મેં જે બાળકી સાથે દુષ્કર્મ કર્યુ હતું, પોલીસની કુનેહથી ૨૦ વર્ષના યુવા આરોપીએ આખરે મોઢું ખોલ્યું : ગુજરાતભરના વાયરલ ઘટનાની વિસ્તૃત વાતો.... : સીપી અનુપમસિંહ ગેહલોતના બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન વિરુદ્ધના ગુન્હાઓ ટોપ પ્રયોરીટી આપવાના અભિયાન અંતર્ગત એડી સીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનમાં ડીસીપી લખધીરસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ એસીપી બી. એ .ચૌધરી અને પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.જોગારાણા તથા સ્ટાફની કાબિલેદાદ કાર્યવાહી : સીપી દ્વારા પીઠ થાબડવામાં આવી...

રાજકોટ, તા.૩૧: સુરતમાં ૧૫ વર્ષની સગીર બાળકીએ બાળકને જન્મ આપતા ચકચાટ મચી જવા સાથે પોલીસ કસ્મિશનર અનુપસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા અને એસીપી બી.એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગારાણા અને તેમની ટીમ દ્વારા પોક્સો હેઠળ ગુન્હો નોધી તપાસનો ધમધમાટ બોલાવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસ મુજબ, ૨૦ વર્ષીય પરિચિત યુવાને કિશોરીને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની લાલચ આપી હતી. બાદમાં આરોપીએ કિશોરીને પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં લઈ જઈ કોલ્ડ ડ્રિન્કમાં નશીલો પદાર્થ ભેળવી પીવડાવ્યો હતો.
બાદમાં પીડિતાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા કિશોરી લાંબા સમય સુધી ભયમાં રહી હતી.
સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસના આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી. જેમાં આરોપી અ?ત આનંદપર ઝડપી પાડવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી કે તેણે ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન કિશોરીને ફોસલાવી અને ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે કિશોરી ગર્ભવતી બની હતી.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને નાબાલિકોના સુરક્ષા મુદ્દે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
