તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
મોડાસામાં દાવલી પાસે શામળાજીથી હિંમતનગર હાઈવે પાસેના બ્રિજ પાસેથી રૂ.77.22 લાખની વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
એલસીબીએ વિદેશી દારુની પેટી 585 તેમજ ટ્રકમાં રાખેલ ખાખી કવરના બોક્સ સાથે કુલ રુ રૂ.92.32 લાખનો મુદ્દામાલ ઝડપી લઈને ડ્રાઈવરની અટકાયત કરી

મોડાસામાં આવેલ દાવલી પાસે શામળાજીથી હિંમતનગર તરફ હાઈવે પાસેના બ્રિજ પાસેથી એલસીબીએ વિદેશી દારુનો જથ્થો કબ્જે કર્યો છે. એલસીબીએ કુલ રુ 77.22 લાખની વિદેશી દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. એલસીબીએ વિદેશી દારુની પેટી 585 તેમજ ટ્રકમાં રાખેલ ખાખી કવરના બોક્સ સાથે કુલ રુ રૂ.92.32 લાખનો મુદ્દામાલ ઝડપી લઈને ડ્રાઈવરની અટકાયત કરી હતી.
એલસીબી દ્વારા દાવલી પાસે હાઈવે પર બ્રિજની નીચે શામળાજી તરફ આવતી ગાડીઓનું ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ખાનગી બાતમીને આધારે, ટ્રક નં. NL.01.N.4918 માં ડ્રાઈવર રાજસ્થાનથી વિદેશી દારુ લઈને રતનપુર,શામળાજી, વાંટડા રોડ પ્લાઝા, દાવલી થઈને હિંમતનગર બાજુ જઈ રહ્યો હતો. એલસીબીએ ચાલકને ઝડપી લીધો હતો.
પોલીસે ડ્રાઈવરની કડક પૂછપરછ કરી જેમાં ડ્રાઈવરે ટ્રકમાં સિલાઈ મશીનના બોક્સ ભરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકની તપાસ કરી હતી. જેમાંથી ખાખી કલરના 391 બોક્સ અને સફેદ 81 રોલની આડમા્ં છુપાવેલ વિદેશી દારુની પેટી 585 અને કુલ 28028 બોટલ મળી આવી હતી.
પોલીસે 77,22,000નો વિદેશી દારૂ, ટ્રક સહિત કુલ રૂ.92.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ટ્રક ડ્રાઈવર વિજયસિંહ દોલતસિંહ રાવત રાજપુત રહે. દેવગઢ જિ. રાજસમંદ રાજસ્થાનની ધરપકડ કરી હતી. જ્યારે બીજા વોન્ટેડ ગુનેગાર હરેન્દ્રસિંહ ટીલસિહ રાવત રાજપુત અને સીમનસિંહ રાજપુત રહે કોટ કિરાણા, જવાજા, જિ.બ્યાવર રાજસ્થાન સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
