News of Tuesday, 31st March 2026
ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ પ્રેરણારૂપઃ નરહરિ અમીન

રાજકોટ, તા.૩૧: ગુજરાતના રાજયસભાના ભાજપના સભ્યશ્રી નરહરિ અમીને જૈન ધર્ર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસ નિમિતે જૈન સમાજને શુભેચ્છા પાઠવી છે.
શ્રી નરહરિ અમીને જણાવેલ કે શ્રી મહાવીર સ્વામી સત્ય, અહીંસા અને અપરિગ્રહના મહાન ઉપદેશક છે તેમના વિચારો અને સિધ્ધાંતો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમણે માનવતા, શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો છે. તેમના પગલે ચાલીને આપણે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
