News of Tuesday, 31st March 2026
ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર રેલવે ટ્રેન સેવા શરુ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ લીલી ઝંડી ફરકાવી
પીએમ મોદીએ વાવ-થરાદથી સંબોધન કરતા વર્ચ્યુઅલ સંબોધનનો સ્થાનિકોએ લાભ લીધો

સાબરકાંઠાના ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર રેલવે ટ્રેન સેવા શરુ કરાઈ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ લીલી ઝંડી ફરકાવતા ખેડબ્રહ્માથી ટ્રેન શરુ કરાઈ છે. નવી બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન નિર્માણ કરાયા બાદ ટ્રેન શરુ કરાઈ છે મોટી સંખ્યામાં ટ્રેનમાં મુસાફરોની ભીડ ઉમટી પડી હતી. પીએમ મોદીએ ઝંડી ફરકાવતા મુસાફરોને લઈ પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા જવા રવાના થઈ હતી.
સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખેડબ્ર્હામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પીએમ મોદીએ વાવ-થરાદથી સંબોધન કરતા વર્ચ્યુઅલ સંબોધનનો સ્થાનિકોએ લાભ લીધો હતો. ખેડબ્રહ્મા અમદાવાદ બ્રોડગેજ રેલવે સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વની બની રહેશે. નાના અંબાજીના યાત્રાળુઓને મોટો લાભ નવી રેલ સેવાથી મળશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
