<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

વડાલીમાં ધરોઈ ડેમના પાણીમાં દીપડો ફસાયો: વન વિભાગે સ્થાનિકોની મદદથી સફળ રેસ્ક્યુ કર્યું

દીપડાને હોડીની મદદથી સુરક્ષિત રીતે કાંઠા પર લવાયો :રેસ્ક્યુ બાદ દીપડાને સાબરમતી નદીની કોતરોમાં છોડી દેવાયો

સાબરકાંઠાના વડાલીમાં ધરોઈ ડેમના પાણીમાં દીપડો ફસાયો હતો. વન વિભાગે સ્થાનિકોની મદદથી દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ધરોઈ ડેમના ઊંડા પાણીમાં દીપડો તરતો હોવાનું જોવા મળ્યું. પાણીની સપાટી પર દીપડો ખૂબ જ લાચાર હાલતમાં ફસાયો હતો. દીપડાને હોડીની મદદથી સુરક્ષિત રીતે કાંઠા પર લવાયો હતો. રેસ્ક્યુ બાદ દીપડાને સાબરમતી નદીની કોતરોમાં છોડી દેવાયો છે.
 

 

 

(8:37 PM IST)