તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
કેન્દ્ર દ્વારા જાહેર કરાતા HRA-CLAના દરો મુજબ રાજ્યના કર્મીઓને લાભ આપવો બંધનકર્તા નથી
હાઇકોર્ટના ચુકાદાના નિર્દેશો સંદર્ભે સરકારે રચેલી સમિતિના અહેવાલમાં સ્પષ્ટતાઃ વિવિધ મુદ્દા પર તર્ક પણ રજૂ કરાયા

અમદાવાદ તા.૧: રાજ્ય સરકારના કર્મચારીઓને સ્થાનિક વળતર ભથ્થુ (સીએલએ) અને ઘરભાડા ભથ્થા (એચઆરએ) અંગે હાઈકોર્ટમાં દાખલ થયેલી વિવિધ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન સંદર્ભે અપાયેલા ચુકાદાના નિર્દેશો મુજબ સરકાર દ્વારા પાંચ સનદી અધિકારીઓની ઉચ્ચ સ્તરની કમિટી રચવામાં આવી હતી. સમિતિએ નાણાં વિભાગને આપેલા અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વખતોવખત જાહેર કરાતા એચઆરએ-સીએલએના દરો મુજબ જ રાજ્ય સરકારના કર્મચારીઓને લાભઆપવા રાજ્ય સરકાર માટે બંધનકર્તા નથી.
ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક સરકારી કર્મચારીઓ દ્વારા સીએલએ અને એચઆરએની ચૂકવણી સંદર્ભે અલગ અલગ સ્પેશિયલ સિવિલ એપ્લિકેરાન સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુલાઇ-૨૦૦૨૫માં ચુકાદો આપવામાં વિભાગ દ્વારા મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સપ્ટેમ્બર-૨૦૨૫માં સામાન્ય વહીવટ સહિત પાંચ વિભાગના સનદી અપિકારીની કમિટીની રચના કરાઈ હતી. આ સમિતિ દ્વારા માર્ચ-૩૦૨૬માં અહેવાલ અપાયો છે, જેમાં જણાવાયું છે કે, કોર્ટના ૨૦૧૬થી લઈને ૨૦૨૫ના ચુકાદા અને તે સંદર્ભે સ્પાયેલી હાઈ પાવર કમિટીના અહેવાલ અને અરજદારની માગણી સહિતના પાસાઓ અંગે વિગતવાર અભ્યાસ કરાયો હતો. સમિતિએ નિર્ણય લીધો છે કે સામાન્ય રીતે એચઆરએ અને સીએલએની નીતિ બાબતે ભારત સરકાર દ્વારા વર્ગીકૃત કરાયેલા મ્યુનિસિપાલિટી શહેરો અને સત્તામંડળ વિસ્તારોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા નાણાકીય પરિસ્થિતિ, સેવા નિયમો અને અન્ય ભાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના કર્મચારીઓને લાભ આપવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા વખતોવખત જાહેર કરાતા એચઆરએ-સીએલએના દરો મુજબ જ આ નિર્ણયના સમર્થનમાં સમિતિએ એવું ઉદાહરશ ટાકયું હતું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને એચઆરએ પ્રોગ્રેસિવ પોરણે અપાય છે અને ડીએનો વર્ગીકૃત શહેરો મુજબ લાભ અપાય છે જયારે રાજ્ય સરકારના કર્મચારીઓને એચઆરએ પ્રોગ્રેસિવ પોરો નહીં પણ ફિક્સ અને વર્ગીકૃત શહેરી મુજબ આપવામાં આવે છે. એટલું જ નહીં, કેન્દ્રના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના અમલથી સીએલએના લાભો રદ કરાયા છે જ્યારે રાજ્યના કર્મચારીઓને હાલમાં પણ સીએલએના લાભો અપાય છે.
જો કે સમિતિએ એવી ભલામણ કરી હતી કે, કોર્પોરેશનની હદમાં કોઈ એક વિસ્તારનો સમાવેશ થતા તે વિસ્તાર દાખલ થયા તારીખથી તે કોર્પોરેશનના ધોરણે એચઆરએ-સીએલએ આપવાની ભાબતે વિચારણા કરી શકાય પરંતુ આ નિર્ણય ફક્ત પિટિશનરો પૂરતો ન લેતા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને લાગુ પડે તે રીતે લેવામાં આવે તે વહીવટી હષ્ટિએ ઉચિત હોવાથી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
