News of Wednesday, 1st April 2026
અમદાવાદમાં પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિરે ભવ્ય શોભાયાત્રા :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું : 50થી વધુ સ્થળોએ સ્વાગત કરાયું
હનુમાનજીનો રથ, ગદા, ઊંટગાડી તેમજ આશરે 200 બાઈકનો સમાવેશ: મંદિરથી શાહીબાગ અંડરબ્રિજ, પોલીસ કમિશનર કચેરી અને ત્યાંથી વાસણા સુધી પહોંચશે

અમદાવાદમાં પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી, જે કેમ્પ હનુમાન મંદિરથી વાયુદેવતા મંદિર સુધી અંદાજે 16 કિલોમીટરનો માર્ગ કાપશે. આ શોભાયાત્રામાં હનુમાનજીનો રથ, ગદા, ઊંટગાડી તેમજ આશરે 200 બાઈકનો સમાવેશ થવાથી વિશેષ આકર્ષણ ઊભું થયું છે, સાથે જ વિવિધ ઝાંખીઓ લોકોનું ધ્યાન ખેંચશે. યાત્રા માર્ગ પર 50થી વધુ સ્થળોએ સ્વાગત કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ શોભાયાત્રા મંદિરથી શાહીબાગ અંડરબ્રિજ, પોલીસ કમિશનર કચેરી અને ત્યાંથી વાસણા સુધી પહોંચશે, જેને કારણે શહેરમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
