<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ : ૨૩ તાલુકા વિકાસ અધિકારીઓને બઢતી સાથે નવી નિમણૂંક સોંપવામાં આવી : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાત વહીવટી સેવાના વર્ગ-૨ ના અધિકારીઓને વર્ગ-૧ (જુનિયર સ્કેલ) માં ઇન-સીટુ બઢતી આપ્યા બાદ હવે રાજ્યપાલના હુકમથી વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી કલેક્ટરની જગ્યાઓ પર નિમણૂંકના આદેશો જારી કરાયા

ગાંધીનગર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ ૦૧/૦૪/૨૦૨૬ના રોજ એક મહત્વની અધિસૂચના બહાર પાડીને રાજ્યના ૨૩ જેટલા અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓ અગાઉ ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા હતા, જેમને ફેબ્રુઆરી માસમાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-૧ (પે-મેટ્રિક્સ લેવલ-૧૦) માં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી. હવે આ અધિકારીઓને તેમના નવા હોદ્દા પર તાત્કાલિક અસરથી હાજર થવા સૂચના આપવામાં આવી છે.

કયા અધિકારીને ક્યાં નિમણૂંક મળી (વિગતવાર યાદી):
 * પિયુષ તરુણકુમાર પાયઘોડે: મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચથી બદલી કરી નાયબ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ ખાતે મુકાયા છે.
 * મનહરભાઇ ડાહ્યાભાઇ દેસાઇ: તાલુકા વિકાસ અધિકારી, હાલોલથી હવે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પોરબંદર તરીકે સેવા આપશે.
 * ભાવિન છગનલાલ કથિરિયા: મદદનીશ વહીવટી અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરથી નાયબ કલેક્ટર-૨, કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે નિમણૂંક પામ્યા છે.
 * અલ્પેશકુમાર ભુપેન્દ્રભાઈ જોષી: તાલુકા વિકાસ અધિકારી, જામનગરથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, અમરેલીમાં મુકાયા છે.
 * રજની રઘુભાઇ ઠુંમર: તાલુકા વિકાસ અધિકારી, ધોરાજીથી બદલી કરી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢ તરીકે નિમણૂંક અપાઈ છે.
 * વિકાસ રામબચન કુમાર: તાલુકા વિકાસ અધિકારી, ધંધુકાથી હવે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અરવલ્લી તરીકે ફરજ બજાવશે.
 * પારસ અશોક ચૌહાણ: તાલુકા વિકાસ અધિકારી, વસો (ખેડા)થી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા તરીકે મુકાયા છે.
 * બ્રિજેશ રસીકભાઇ સોજિત્રા: તાલુકા વિકાસ અધિકારી, જોડિયાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ ખાતે બદલી કરાઈ છે.
 * મૌલિક જયેન્દ્રભાઇ દેસાઇ: તાલુકા વિકાસ અધિકારી, કડીથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા તરીકે નિમણૂંક પામ્યા છે.
 * બીપીન બચુભાઇ પરમાર: તાલુકા વિકાસ અધિકારી, કપડવંજથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ ખાતે મુકાયા છે.
 * જૈમિની દિપકકુમાર પટેલ: તાલુકા વિકાસ અધિકારી, કરજણથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ખેડા તરીકે ફરજ બજાવશે.
 * પાર્થ ગવાભાઈ પરમાર: તાલુકા વિકાસ અધિકારી, વિંછીયાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર તરીકે નિમણૂંક અપાઈ છે.
 * રાજેન્દ્રસીંગ વેલસીંગ ઠાકોર: તાલુકા વિકાસ અધિકારી, જૂનાગઢથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વાવ-થરાદ ખાતે મુકાયા છે.
 * અમી શાંતિલાલ પટેલ: ચીટનીશ, વિકાસ કમિશ્નરની કચેરીથી નાયબ સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર તરીકે બદલી થઈ છે.
 * ભુપેન્દ્રકુમાર બાબુભાઇ રાઠોડ: તાલુકા વિકાસ અધિકારી, ભરૂચથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા તરીકે નિમણૂંક પામ્યા છે.
 * માધુરીબેન કંચનભાઇ પટેલ: તાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વરથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ ખાતે મુકાયા છે.
 * સપનાસિંહ પ્રશાંતસિંહ રાજપૂત: તાલુકા વિકાસ અધિકારી, પ્રાંતિજથી મદદનીશ વિકાસ કમિશ્નર, વિકાસ કમિશ્નરની કચેરી, ગાંધીનગર ખાતે સેવા આપશે.
 * અલ્પના મોહનલાલ નાયર: તાલુકા વિકાસ અધિકારી, વ્યારાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાપી તરીકે નિમણૂંક પામ્યા છે.
 * કૃણાલ રાયચંદભાઇ ડામોર: તાલુકા વિકાસ અધિકારી, સંજેલીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ તરીકે મુકાયા છે.
 * વિશાલકુમાર હસમુખભાઇ પટેલ: તાલુકા વિકાસ અધિકારી, પારડીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ તરીકે સેવા આપશે.
 * સાગર પ્રતાપભાઇ બોદર: તાલુકા વિકાસ અધિકારી, વિજયનગરથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગર તરીકે મુકાયા છે.
 * પૂનમ રમણલાલ ડામોર: તાલુકા વિકાસ અધિકારી, ફતેપુરાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર ખાતે નિમણૂંક અપાઈ છે.
 * હેતલબેન લાલુભાઇ કટારા: તાલુકા વિકાસ અધિકારી, કડાણાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ તરીકે બદલી કરવામાં આવી છે.

આ આદેશ સરકારના નાયબ સચિવ અચલ સોની અને ઉપસચિવ પિયુષ રાજવંશીના હસ્તે જારી કરવામાં આવ્યો છે. તમામ સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને આ અધિકારીઓને તાત્કાલિક છૂટા કરી નવી જગ્યાએ હાજર કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

(12:32 PM IST)