<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જિલ્લા પંચાયતમાં ત્રીજા ડેપ્‍યુટી ડી.ડી.ઓ. તરીકે બ્રિજેશ સોજીત્રા

નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના ૨૩ અધિકારીઓની બદલી : વીછીયાના પાર્થ પરમારની સુરેન્‍દ્રનગર બદલી

રાજકોટ, તા.૧: રાજયના પંચાયત વિભાગ દ્વારા આજે ડે. ડી.ડી.ઓ. (ડે. કલેકટર) કક્ષાના ૨૩ અધિકારીઓની બદલીના હુકમ કરી બદલીના સ્‍થળે તાત્‍કાલિક હાજર થવા જણાવ્‍યું છે.

જોડીયામાં ટી.ડી.ઓ. તરીકે રહેલા બ્રિજેશ સોજીત્રાને બઢતી સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં ડે.ડી.ડી.ઓ તરીકે મૂકવામાં આવ્‍યા છે. વીછીયાના ટી.ડી.ઓ. પાર્થ પરમારની સુરેન્‍દ્રનગરમાં અને ધોરાજી ના ટી.ડી.ઓ રજની ઠુમરની જૂનાગઢમાં ડે. ડી.ડી.ઓ. તરીકે નિમણૂક થઇ છે. હાલોલના મનોહર દેસાઇને પોરબંદર, જામનગરના અલ્‍પેશ જોષીને અમરેલી , જૂનાગઢના રાજેન્‍દ્રશીંગ ઠાકોરને, થરાદમાં ડે. ડી.ડી.ઓ. તરીકે મૂકવામાં આવ્‍યા છે.

રાજકોટમાં બે ડે. ડી.ડી.ઓ. પ્રિયંક ગલચર અને જય ગોસ્‍વામી કાર્યરત છે ઇલાબેન ગોહિલની બદલીથી ખાલી પડેલ ત્રીજી જગ્‍યા પર બ્રિજેશ સોજિત્રાની નિમણૂક થતા તેઓ સંભવત આવતીકાલે ચાર્જ સંભાળશે. 

(3:30 PM IST)