તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : રાજ્યના ૩૫ પોલીસ અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી : DySP અને પોલીસ ઈન્સ્પેક્ટરોની વિવિધ જિલ્લાઓમાં નિમણૂક : જુઓ સંપૂર્ણ યાદી
લોકહિતમાં લેવાયેલ ત્વરિત નિર્ણય હેઠળ અનેક DySP અને પીઆઈને એસડીપીઓ તથા એસીપી તરીકેનો ચાર્જ સોંપાયો : સુરત, અમદાવાદ, જામનગર અને પોરબંદર સહિતના શહેરોમાં નવા અધિકારીઓની નિમણૂક

ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વહીવટી તંત્રમાં મહત્વના ફેરફાર કરતા એક સાથે ૩૫ પોલીસ અધિકારીઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન ક્રમાંક DySP/102026/811/B મુજબ, લોકહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી DySP અને પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને વિવિધ મહત્વની જગ્યાઓ પર વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂકોમાં સુરત, અમદાવાદ, જામનગર અને રાજકોટ જેવા મુખ્ય શહેરો સહિત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા પર ભાર મુકાયો છે.
વધારાનો હવાલો મેળવનાર અધિકારીઓની વિગતવાર યાદી:
સરકારના આદેશ અનુસાર નીચે મુજબના અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દાની સાથે વધારાનો ચાર્જ સોંપાયો છે:
* ચિરાગ વડોદરિયા: (DySP, SC/ST સેલ, સુરત રૂરલ) ને ACP, C ડિવિઝન, સુરત સિટી નો ચાર્જ.
* આસ્થા રાણા: (DySP HQ, અમદાવાદ રૂરલ) ને S.D.P.O., વિરમગામ નો ચાર્જ.
* તપન ડોડિયા: (DySP, SC/ST સેલ, અમદાવાદ રૂરલ) ને S.D.P.O., ધંધુકા નો ચાર્જ.
* કૃણાલ રાઠોડ: (DySP, SC/ST સેલ, ખેડા) ને S.D.P.O., ખેડા નો ચાર્જ.
* કુલદીપ નયી: (DySP, SC/ST સેલ, સાબરકાંઠા) ને S.D.P.O., ખેડબ્રહ્મા નો ચાર્જ.
* જય કંસારા: (DySP, SC/ST સેલ, મહેસાણા) ને S.D.P.O., ખેરાલુ નો ચાર્જ.
* પરેશ રેણુકા: (DySP, SC/ST સેલ, પાટણ) ને S.D.P.O., પાટણ નો ચાર્જ.
* કૃણાલ પરમાર: (DySP, SC/ST સેલ, બનાસકાંઠા) ને S.D.P.O., રાધનપુર નો ચાર્જ.
* વિરલ ચંદન: (DySP, SC/ST સેલ, રાજપીપળા) ને S.D.P.O., સાવરકુંડલા નો ચાર્જ.
* વિસ્મય માનસેતા: (DySP, SC/ST સેલ, દેવભૂમિ દ્વારકા) ને S.D.P.O., લાઠી નો ચાર્જ.
* નયના ગોરાડિયા: (DySP, SC/ST સેલ, અમરેલી) ને S.D.P.O., રાજુલા નો ચાર્જ.
* રીમા ઝાલા: (DySP, SC/ST સેલ, ભાવનગર) ને S.D.P.O., મહુવા નો ચાર્જ.
* ચિંતન પટેલ: (ACP, SC-ST સેલ, રાજકોટ સિટી) ને S.D.P.O., બરવાળા નો ચાર્જ.
* રવિરાજસિંહ પરમાર: (DySP, SC-ST સેલ, જૂનાગઢ) ને S.D.P.O., જૂનાગઢ રૂરલ નો ચાર્જ.
* રુતુ રાબા: (DySP HQ, પોરબંદર) ને S.D.P.O., પોરબંદર સિટી નો ચાર્જ.
* ધ્રુવલ સુતરિયા: (DySP, SC-ST સેલ, પોરબંદર) ને S.D.P.O., રાણાવાવ નો ચાર્જ.
* પીયુષ વાંડા: (પ્રોબેશનર DySP) ને S.D.P.O., જામનગર રૂરલ નો ચાર્જ.
* મીત રુદલાલ: (DySP, SC-ST સેલ, જામનગર) ને S.D.P.O., ખંભાળિયા નો ચાર્જ.
* નિકુંજ પટેલ: (DySP, SC/ST સેલ, સુરેન્દ્રનગર) ને S.D.P.O., પાટડી નો ચાર્જ.
* અનિલ સિસરા: (DySP, SC/ST સેલ, ભરૂચ) ને S.D.P.O., દહેજ નો ચાર્જ.
* બ્રિન્દા જાડેજા: (DySP, SC/ST સેલ, ગોધરા) ને S.D.P.O., ગોધરા નો ચાર્જ.
* નવિન આહિર: (DySP, SC/ST સેલ, અરવલ્લી મોડાસા) ને S.D.P.O., કલોલ (પંચમહાલ) નો ચાર્જ.
* હરેશભાઈ ચંદુ: (DySP, SC/ST સેલ, નવસારી) ને S.D.P.O., વાંસદા નો ચાર્જ.
* શિલ્પા ભરાઈ: (DySP, SC/ST સેલ, બનાસકાંઠા) ને S.D.P.O., દિયોદર નો ચાર્જ.
* વિશ્વા શાહ: (DySP, કોમ્પ્યુટર સેન્ટર SCRB, ગાંધીનગર) ને S.D.P.O., ભુજ નો ચાર્જ.
* મનીષા દેસાઈ: (DySP, SC/ST સેલ, બોટાદ) ને S.D.P.O., નલિયા નો ચાર્જ.
* હર્ષા ચૌધરી: (DySP, કોમ્પ્યુટર સેન્ટર SCRB, ગાંધીનગર) ને S.D.P.O., વડોદરા રૂરલ નો ચાર્જ.
* રિદ્ધિ ગુપ્તે: (DySP HQ, આણંદ) ને S.D.P.O., સંતરામપુર નો ચાર્જ.
* મિત્તલ સાકરીયા: (ACP HQ Admn & Training, વડોદરા સિટી) ને S.D.P.O., લિમખેડા નો ચાર્જ.
* મિલન મોડી: (DySP, SC/ST સેલ, વડોદરા રૂરલ) ને ACP, K ડિવિઝન, સુરત સિટી નો ચાર્જ.
* પાર્થ ચોવટિયા: (DySP, SC/ST સેલ, આણંદ) ને ACP, L ડિવિઝન, સુરત સિટી નો ચાર્જ.
પોલીસ ઈન્સ્પેક્ટરોને પણ મળી DySP તરીકેની જવાબદારી:
નોટિફિકેશનમાં ખાસ કરીને ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોને રાજ્યના ગુપ્તચર વિભાગ (IB) અને મહત્વના ડિવિઝનોમાં DySP તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે:
* આર. આર. વસાવા: (પોલીસ ઈન્સ્પેક્ટર, CID ક્રાઈમ) ને DySP, IB, ગાંધીનગર નો ચાર્જ.
* એ. વી. પરમાર: (પોલીસ ઈન્સ્પેક્ટર, આણંદ જિલ્લો) ને ACP, A ડિવિઝન, અમદાવાદ સિટી નો ચાર્જ.
* ડી. વી. ડોડિયા: (પોલીસ ઈન્સ્પેક્ટર, બનાસકાંઠા) ને DySP, IB, ગાંધીનગર નો ચાર્જ.
* એમ. વી. કાણી: (પોલીસ ઈન્સ્પેક્ટર, CID ઈન્ટેલિજન્સ) ને DySP, IB, ગાંધીનગર નો ચાર્જ.
આ હુકમ ગુજરાતના રાજ્યપાલના આદેશથી અમિત રાવલ (અંડર સેક્રેટરી, ગૃહ વિભાગ) દ્વારા જારી કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રના મતે આ ફેરફારોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
