News of Wednesday, 1st April 2026
વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ દરોમાં વધારો
હવે સિંગલ ટ્રિપ માટે ટોલ ₹25 અને રિટર્ન માટે ₹40 વધારી દીધા:કાર અને જીપ માટે રિટર્ન ટોલ દરમાં ₹5નો વધારો થયો

વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. કરજણના નેશનલ હાઈવે 48 પર આવેલા આ ટોલ પ્લાઝા પર નવા દર દર્શાવતાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. હવે સિંગલ ટ્રિપ માટે ટોલ ₹25 અને રિટર્ન માટે ₹40 વધારી દીધા છે. કાર અને જીપ માટે રિટર્ન ટોલ દરમાં ₹5નો વધારો થયો છે, જ્યારે મીની બસમાં રિટર્ન ટોલ દર ₹10 વધ્યા છે. વધારાના પગલાથી બસ અને ટ્રક માટે ટોલ ટેક્સ સિંગલ ટ્રિપમાં ₹10 અને રિટર્નમાં ₹20 વધ્યો છે. આ સુધારાથી મુસાફરો અને વાહનચાલકો પર ટોલ ખર્ચનો અસર દેખાશે
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
