News of Wednesday, 1st April 2026
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગર ખાતે ઉત્તર ઝોનના ભાજપાના પદાધિકારીઓની બેઠક યોજાઇ
પ્રત્યેક બૂથમાં વિજયના લક્ષ્યાંક અને વિકાસના મંત્ર સાથે સંપર્ક અને સંવાદના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની કામગીરીની માહિતી પંહોચાડવા કાર્યકર્તાઓને હાકલ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા:કાર્યકર્તાઓના પરિશ્રમ અને મજબૂત ટીમવર્કથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જનાદેશ સાથે ભાજપાના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કરતા પ્રદેશ પ્રમુખ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગર ખાતે ઉત્તર ઝોનના ભાજપાના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા ‘રાષ્ટ્રપ્રથમ‘ ના વિચાર અને ‘ચરૈવેતી, ચરૈવેતી‘ ની ભાવનાને સમર્પિત થઈ સતત કાર્યરત રહે છે. ભાજપા પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝનરી અને સામર્થ્યવાન નેતૃત્વ અને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના રૂપમાં કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે. ભાજપાનો કાર્યકર્તા અંત્યોદય અને એકાત્મ માનવદર્શનના વિચારને વરેલો કાર્યકર્તા છે.
તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને ભાજપા આગેવાનો અને કાર્યકરોને વિકાસના મંત્ર સાથે પ્રત્યેક બૂથમાં વિજયના લક્ષ્યાંક સાથે સંપર્ક અને સંવાદના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની મહિલાઓ, ખેડૂતો, યુવાનો, સિનિયર સિટીઝન સહિત તમામ વર્ગો માટે કાર્યરત વિવિધ યોજનાઓ, સર્વાંગી વિકાસ માટે કરાયેલી અભૂતપૂર્વ કામગીરી તેમજ દેશની સુરક્ષા અને સનાતન સંસ્કૃતિને ગૌરવ અપાવવા મોદીજીએ લીધેલા પગલાં સહિતની માહિતી પ્રત્યેક નાગરિક સુધી પંહોચાડવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, અન્ય પક્ષોની જેમ ભાજપાનો કાર્યકર્તા માત્ર ચુંટણી ટાણે જ નહિ પણ સતત જનતાની વચ્ચે હોય છે.
વિશ્વકર્માએ માત્ર ચુંટણી ટાણે જ બહાર આવતા વિપક્ષ દ્વારા સોશીયલ મીડીયાના ઉપયોગથી માત્ર મત લેવા માટે ફેલાવાતા અપપ્રચાર, ભ્રામક વાતો અને ખોટા નરેટિવ સામે નાગરિકોને સાચી અને સચોટ માહિતી થી અવગત કરાવવા સોશીયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતા. સરકારની જનકલ્યાણની કામગીરી તેમજ કાર્યકર્તાઓના પરિશ્રમ અને મજબૂત ટીમવર્કથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જનાદેશ સાથે ભાજપાના ભવ્ય વિજયનો તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધનભાઈ ઝડફીયાએ ચુંટણી વ્યવસ્થા સંદર્ભે જિલ્લા, મંડલ તથા બુથ સ્તર સુધી સુનિયોજિત અને સુદ્રઢ સંગઠન વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આજની આ ઉત્તર ઝોનની પદાધિકારી બેઠકમાં પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, ઉત્તર ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ કોર ગ્રુપના સભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્ય મનીષભાઈ પટેલ, ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગરના ભાજપા સંગઠનના પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, જિલ્લા/મહાનગરના ચુંટણી સંચાલન સમિતિના સભ્યો, આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં ઉત્તર ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઇ શાહે સ્વાગત પ્રવચન તેમજ અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડાએ આભાર વિધિ અને મનીષભાઈ પટેલે બેઠક સંચાલન કર્યું હતું
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
