<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ગુજરાત રાજ્ય જેલ વિભાગમાં વહીવટી પાંખના ૨૩ કર્મચારીઓને સામૂહિક બઢતી : પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા બઢતી અને બદલીના આદેશ જાહેર

વર્ગ-૩ ના હેડ કલાર્ક, સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક સંવર્ગના કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી સાથે નવી જેલ અને કચેરીઓ ખાતે નિમણૂક અપાઈ : તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ

અમદાવાદ:ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ના રોજ ત્રણ અલગ-અલગ કાર્યાલય આદેશો દ્વારા રાજ્યની વિવિધ જેલો અને કચેરીઓમાં ફરજ બજાવતા ૨૩ જેટલા કર્મચારીઓને બઢતી આપી નવી નિમણૂક આપવામાં આવી છે. આ બઢતી તદ્દન હંગામી ધોરણે અને જાહેર સેવાર્થે કરવામાં આવી છે.

વિવિધ સંવર્ગોમાં આપવામાં આવેલી બઢતીની વિગતો:
૧. હેડ કલાર્કમાંથી કચેરી અધિક્ષક (વર્ગ-૩) તરીકે બઢતી:
₹ ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦ (લેવલ-૭) ના પગાર ધોરણમાં નીચે મુજબના ૩ કર્મચારીઓને બઢતી અપાઈ છે:
 * મનીષકુમાર ડાહ્યાભાઇ ચૌહાણ: હિંમતનગર જિલ્લા જેલથી લાજપોર મધ્યસ્થ જેલ.
 * કિશોરભાઇ નારણભાઇ સોલંકી: ગળપાદર જિલ્લા જેલથી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદ.
 * પ્રદિપસિંહ તખુભા ચાવડા: વડોદરા મધ્યસ્થ જેલથી અમદાવાદ મધ્યસ્થ જેલ.

૨. સીનીયર કલાર્કમાંથી હેડ કલાર્ક (વર્ગ-૩) તરીકે બઢતી:
₹ ૩૫,૪૦૦-૧,૧૨,૪૦૦ (લેવલ-૬) ના પગાર ધોરણમાં નીચે મુજબના ૯ કર્મચારીઓને બઢતી અપાઈ છે:
 * સુધીર ત્રિકમભાઇ ગોપલાણી: રાજકોટ મધ્યસ્થ જેલથી લાજપોર મધ્યસ્થ જેલ.
 * સંજય એન રામાનુજ: જામનગર જિલ્લા જેલથી રાજકોટ મધ્યસ્થ જેલ.
 * કું વંદનાબેન શંકરભાઇ ચૌહાણ: અમદાવાદ મધ્યસ્થ જેલથી વડોદરા મધ્યસ્થ જેલ.
 * આશિષકુમાર વિનોદરાય ધોડાસરા: જુનાગઢ જિલ્લા જેલથી GIPCA અમદાવાદ.
 * આશિષકુમાર રમેશભાઇ બારૈયા: પાલારા ખાસ જેલથી ગળપાદર જિલ્લા જેલ.
 * રૂતુલ ડી. સામઢીયા: જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદથી ગોધરા જિલ્લા જેલ.
 * મિતેષભાઇ મહેન્દ્રભાઇ મોદી: પાટણ સબ જેલથી હિંમતનગર જિલ્લા જેલ.
 * શ્રીમતી અવની ધવલ આચાર્ય: જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદથી GIPCA અમદાવાદ.
 * હાર્દિકકુમાર દશરથભાઇ રામી: જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદ ખાતે જ બઢતી.

૩. જુનીયર કલાર્કમાંથી સીનીયર કલાર્ક (વર્ગ-૩) તરીકે બઢતી:
₹ ૨૫,૫૦૦-૮૧,૧૦૦ (લેવલ-૪) ના પગાર ધોરણમાં નીચે મુજબના ૧૧ કર્મચારીઓને બઢતી અપાઈ છે:
 * કુ. દક્ષાબેન મગનભાઇ પાંડવ: અમદાવાદ મધ્યસ્થ જેલ (પ્રતિનિયુકિત) થી લાજપોર મધ્યસ્થ જેલ.
 * કનુભાઇ ધુડાભાઇ ભરવાડ: GIPCA અમદાવાદથી વડોદરા મધ્યસ્થ જેલ.
 * કેવીન અરવિદભાઇ રૈયાણી: રાજકોટ મધ્યસ્થ જેલ (પ્રતિનિયુકિત) થી લાજપોર મધ્યસ્થ જેલ.
 * વિપુલકુમાર ઇશ્વરભાઇ પટેલ: હિંમતનગર જિલ્લા જેલથી વડોદરા મધ્યસ્થ જેલ.
 * કુલદીપસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ: જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદ ખાતે જ બઢતી.
 * કુ. નાજનીનબાનુ નાસિરહુશેન શેખ: અમદાવાદ મધ્યસ્થ જેલ (પ્રતિનિયુકિત) થી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જ બઢતી.
 * કુ. સેજલ કૈલાશભાઇ શાહ: જામનગર જિલ્લા જેલ ખાતે જ બઢતી.
 * કુ. નિધી કિશોરભાઇ લાધવા: અમરેલી જિલ્લા જેલથી ગોંડલ સબ જેલ.
 * શ્રીમતી મેધના બાબુભાઇ રબારી: જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદ ખાતે જ બઢતી.
 * કરણભાઇ અરસુરભાઇ કામળીયા: વડોદરા મધ્યસ્થ જેલ (પ્રતિનિયુકિત) થી નવસારી જિલ્લા જેલ.
 * રાજેશભાઇ નાગદાનભાઇ છૈયા: રાજકોટ મધ્યસ્થ જેલ (પ્રતિનિયુકિત) થી વડોદરા મધ્યસ્થ જેલ.

બઢતી માટેની આકરી શરતો અને સૂચનાઓ:
પોલીસ મહાનિદેશકના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બઢતી મેળવનાર તમામ કર્મચારીઓએ તા. ૨૪/૦૩/૨૦૨૬ની સ્થિતિએ સી.સી.સી.ની પરીક્ષા સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલી હોવી જોઈએ. જો કોઈ પણ તબક્કે પ્રમાણપત્ર અમાન્ય જણાઈ આવશે, તો તેઓને મૂળ હોદ્દા પર પરત મૂકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં, જે કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ કે કોઈ શિક્ષા (ઠપકો, ચેતવણી, પગાર ઘટાડો વગેરે) અમલમાં હોય અથવા પડતર હોય, તેઓને બઢતી પર છૂટા ન કરવા અને તે અંગેની જાણ મુખ્ય કચેરીને કરવા કચેરીના વડાઓને સૂચના અપાઈ છે. આ તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બઢતીવાળી જગ્યાએ હાજર થવા માટે છૂટા કરવાના રહેશે અને કોઈ પણ પ્રકારનો ઉલટ પત્રવ્યવહાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

(10:17 PM IST)