તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Wednesday, 1st April 2026
વિરમગામમાં ટાવર ચોક વિસ્તારમાં એક દુકાનમાં ભીષણ આગ ભભૂકી :અફરાતફરીનો માહોલ સર્જાયો
દુકાન લાકડાની હોવાથી આગ ઝડપથી ફેલાઈ: સાવચેતીના ભાગરૂપે આજુબાજુની દુકાનોમાંથી પણ માલ-સામાન અને કિંમતી મુદ્દામાલ બહાર કાઢવાની ફરજ પડી

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના હાર્દ સમાન ટાવર ચોક વિસ્તારમાં એક દુકાનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાવર રોડ પર આવેલી કોમ્પ્યુટર રિપેરિંગ અને એસેસરીઝની દુકાનમાં લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે આસપાસના દુકાનદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, ટાવર રોડ પર બીજા માળે આવેલી લાકડાના બાંધકામવાળી દુકાનમાં આ આગ લાગી હતી. લાકડું હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે આજુબાજુની દુકાનોમાંથી પણ માલ-સામાન અને કિંમતી મુદ્દામાલ બહાર કાઢવાની ફરજ પડી હતી.
આગની જાણ થતા જ વિરમગામ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી,
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
