તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૧૧૧%નો ઉછાળો
ગલ્ફ દેશોમાં યુદ્ધ અને ઈંધણના ભાવમાં અનિヘતિતાના પગલે ખરીદદારો ઈવી તરફ વળ્યા : માર્ચ ૨૦૨૫માં ૫,૨૭૧ ઈલેક્ટ્રિક વાહનોની સરખામણીએ ૧૧,૧૨૬નું વેચાણ નોંધાયું

અમદાવાદ,તા.૦૨: ગુજરાતના ઓટોમોબાઇલ માર્કેટમાં અત્યારે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ફાડા (FADA) ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ચ ૨૦૨૬ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ગલ્ફ દેશોમાં સર્જાયેલી અશાંતિના કારણે ઈધણના ભાવો અનિヘતિ બન્યા છે, જેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે. આ જ કારણ છે કે હવે ગુજરાતના વાહન ખરીદદારો પેટ્રોલ-ડીઝલના વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા પર વધુ ભાર મૂકી રહ્યા છે.
ગલ્ફ દેશોમાં ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવની સીધી અસર હવે ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટ પર જોવા મળી રહી છે. ઈંધણના ભાવમાં અનિヘતિતાને પગલે રાજ્યના ગ્રાહકો હવે ઈલેક્ટ્રિક વાહનો (EV) તરફ ઝડપથી વળી રહ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ગુજરાત દ્વારા જારી કરાયેલા માર્ચ ૨૦૨૬ના રિટેલ રિપોર્ટમાં ડીલરશિપ સ્તરે ઈલેક્ટ્રિક વાહનો માટેની પૂછપરછમાં ૨૦૦% થી ૩૦૦% જેટલો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. જોકે, જેટલી પૂછપરછ થઈ રહી છે તેની સરખામણીએ રિટેલ વેચાણમાં રૂપાંતર હજુ થોડું ધીમું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આંકડા ખૂબ જ પ્રોત્સાહક છે. માર્ચ ૨૦૨૫માં રાજ્યમાં ૫,૨૭૧ ઈલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા, જે માર્ચ ૨૦૨૬માં વધીને ૧૧,૧૨૬ પર પહોંચી ગયા છે. એટલે કે, ઈવી વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૧૧% થી વધુનો સીધો ઉછાળો જોવા મળ્યો છે.
માર્કેટ શેરમાં ૫૨%ની વૃદ્ધિ
કુલ વાહન વેચાણમાં ઈવીનો હિસ્સો પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. માર્ચ ૨૦૨૫માં કુલ નોંધણીમાં ઈવીનો હિસ્સો ૩.૮૧% હતો, જે હવે વધીને ૫.૭૯% થયો છે. આમ, ઈવી માર્કેટ શેરમાં પર% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. મહત્ત્વનું છે કે, ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વાહનો પરના RTO ટેક્સમાં અપાતી ૫ ટકાની રાહતને વધુ એક વર્ષ માટે એટલે કે માર્ચ ૨૦૨૭ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના ઓટોમોબાઇલ ક્ષેત્રની બદલાતી તસવીર
વિગત માર્ચ ૨૦૨૫ માર્ચ ૨૦૨૬ વૃદ્ધિ
કુલ વાહન નોંધણી ૧,૩૮,૩૮૭ ૧,૯૨,૦૪૭ ૩૮.૭%
ઈવી નોંધણી ૫,૨૭૧ ૧૧.૧૨૬ ૧૧૧%
ઈવી માર્કેટ શેર ૩.૮૧% ૫.૭૮% ૫૨%
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
