તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
અમદાવાદના રાછરડા ખાતે નીમ કરોલી બાબા શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર દાદાનું મંદિરમાં પણ વિશેષ ઉજવણી
મંદિરમાં વિશેષ હવન અને સામાજિક હનુમાન ચાલીસાના પણ પાઠ કર્યા :વિશેષ ભક્તો માટે ભંડારાનું અને સુંદર કાંડ પાઠનું પણ આયોજન

અમદાવાદ : હનુમાન જયંતીની સમર્ગ દેશમાં ઉજવણી કરવામાં આવી હતી.ઠેર ઠેર હનુમાન મંદિરમાં આજે વિશેષ ઉજવણીઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.હનુમાન દાદા ના તમામ ભક્તોએ આજે હનુમાનજીના આશીર્વાદ લઈ દર્શનાથે પહોંચ્યા હતા.ત્યારે આજે રાછરડા ખાતે નીમ કરોલી બાબા શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર દાદાનું મંદિરમાં પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.ત્યારે આજે મંદિરમાં વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.સામાજિક હનુમાન ચાલીસાના પણ પાઠ કર્યા હતા. ત્યાર બાદ વિશેષ ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુંદર કાંડ પાઠનું પણ આયોજન કર્યું હતું.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
