<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ફિલ્‍મ ‘ધબકારો'રિલીઝ થશે ગુજરાત સ્‍થાપના દિવસ ૧ મેના રોજ

અમદાવાદઃ ભારતીય ફિલ્‍મ ઉદ્યોગમાં પોતાના ભવ્‍ય ૭૫ વર્ષ પૂર્ણ કરી રહેલા પ્રતિષ્ઠિત પ્રોડક્‍શન હાઉસ નડિયાદવાલા ગ્રાન્‍ડસન એન્‍ટરટેઈનમેન્‍ટ દ્વારા એક મહત્‍વની જાહેરાત કરવામાં આવી છે. આ બેનર હવે પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં ડગ માંડવા જઈ રહ્યું છે.

‘ધ મુવિંગ મંચ' અને ‘હરફનમૌલા ફિલ્‍મ્‍સ'ના સહયોગમાં બનેલી આ ગુજરાતી ફિલ્‍મ ‘ધબકારો'ગુજરાત દિવસ એટલે કે ૧ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાદ્યરોમાં રિલીઝ થશે.આ નવી શરૂઆત વિશે વાત કરતા શ્નઠ્ઠ મુવિંગ મંચ' અને શ્નઈંજીપ્નદ્ગજ્રાઠાૃક્ર ફિલ્‍મ્‍સ'ના પ્રતિનિધિઓએ જણાવ્‍યું હતું કે, નડિયાદવાલા ગ્રાન્‍ડસન એન્‍ટરટેઈનમેન્‍ટ જેવા મોટા બેનરનો સાથ મળવાથી અમારા વિઝનને વધુ તાકાત મળી છે, જેના કારણે અમે આ વાર્તાને બહોળા વર્ગ સુધી પહોંચાડી શકીશું. 

(3:23 PM IST)