<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રાજ્યના માવઠાના એંધાણ: દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે

રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે: 40 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર માવઠાની સંભાવનાઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. સાથે જ રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે.

 

(7:06 PM IST)