<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

મોડીરાત્રે રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ:કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ગતિ તેજ રહેવાની સંભાવના

અમદાવાદ :રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હવામાન વિભાગે આગામી 3 કલાક એટલે કે રાત્રે 10 થી 1 વાગ્યા સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના બુલેટિન મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આકાશ વાદળછાયું રહેશે અને વરસાદી ઝાપટાં પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ અપાયું છે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પવનની ગતિ તેજ રહેવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ પલટાશે, જ્યારે પૂર્વ ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુર પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

(12:12 AM IST)