<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અદાણી CNGના ભાવમાં ૧.૫૦નો તોતિંગ વધારોઃ નવો ભાવ ૮૩.૭૭

ભાવમાં ૧.૨૧ના ઘટાડા બાદ ૩ વખતના વધારાથી CNG ૨.૬૦ જેટલો મોંઘો

અમદાવાદ  તા.૩: અદાણી ગ્રૂપ દ્વારા CNG ના ભાવમાં ૨૦૨૬ની શરૂઆતમાં જ ૧.૨૧નો ઘટાડો કર્યા બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો ઝીંક્‍યો છે. અગાઉ ૭ ફેબ્રુઆરીના રોજ CNGના ભાવમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્‍યા બાદ હવે ગુરુવારે ફરી રૂ. ૧.૫૦નો તોતિગ વધારો ઝીંક્‍યો છે. આમ, ત્રણ વખતના ભાવ વધારા બાદ અમદાવાદમાં CNG રૂ. ૨.૬૦ જેટલું મોંઘું થયું છે. ૨૦૨૫માં CNG ના ભાવમાં ચાર વખત થયેલા વધારાથી CNG રૂ. ૩.૪૦ જેટલું મોંઘું થયું હતું. પરંતુ ત્‍યારબાદ ૨૦૨૬ની શરૂઆતમાં રૂ. ૧.૨૧ના ઘટાડા સાથે અમદાવાદમાં CNG નો નવો ભાવ રૂ. ૮૧.૧૭ પર પહોંચ્‍યો હતો. પરંતુ ૭ ફેબ્રુઆરી અને હવે ૨ એપ્રિલના રોજ થયેલા ભાવ વધારા બાદ અમદાવાદમાં CNG નો ભાવ રૂ. ૮૩.૭૭ થયો છે.

અદાણી CNG દ્વારા ૨૦૨૩માં CNG ના ભાવમાં અનેક વધારો કરવામાં આવ્‍યો હતો અને તેના પગલે રિક્ષાચાલકોમાં પણ રોષ ફેલાયો હતો. સરકારમાં પણ તે અંગે અનેક રજૂઆતો થઈ હતી. જોકે, ત્‍યારબાદ ૨૦૨૪ના વર્ષમાં અદાણી ગ્રૂપ દ્વારા ૨૦૨૩ની સરખામણીમાં ઓછી વખત ઘ્‍ફઞ્‍ના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો છે. ૨૦૨૪ના વર્ષમાં છેલ્‍લી વખત અદાણી દ્વારા ૩ ડિસેમ્‍બરCNG ના ભાવમાં વધારો કરાયો હતો.  ત્‍યારબાદ ૨૦૨૫ના વર્ષની શરૂઆત સાથે જ અદાણી ઘ્‍ફઞ્‍ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો. જાન્‍યુઆરીમાં  CNG ના ભાવમાં રૂ. ૧.૫૦નો વધારો કરી દેવામાં આવ્‍યો હતો. આ ભાવ વધારા સાથે અમદાવાદમાં ઘ્‍ફઞ્‍નો ભાવ રૂ. ૮૦.૪૮ જેટલો થઈ ગયો છે. ત્‍યારબાદ ૩ માર્ચના રોજ ભાવમાં ૫૦ પૈસાનો વધારો થતાં ભાવ રૂ. ૮૦.૯૮ થઈ ગયા હતા. ત્‍યારબાદ ૧૧ એપ્રિલના રોજ ફરી ભાવમાં ૪૦ પૈસાનો વધારો કરવામાં આવતા અમદાવાદમાં ઘ્‍ફઞ્‍નો ભાવ રૂ. ૮૧.૩૮ થયો હતો અને ૨૦૨૫માં છેલ્‍લે ૨ ઓગસ્‍ટના રોજ ફરી અદાણી CNG દ્વારા ભાવમાં રૂ. ૧નો તોતિગ વધારો કરવામાં આવ્‍યો હતો. આ ભાવ વધારા સાથે અમદાવાદમાં ઘ્‍ફઞ્‍નો ભાવ પ્રતિ કિ.ગ્રા. રૂ. ૮૨.૩૮ જેટલો થયો હતો.

આમ, ૨૦૨૫ના વર્ષમાં ચાર વખત CNG ના ભાવમાં વધારો થયા બાદ ૨૦૨૬ના વર્ષની શરૂઆત સાથે જ રિક્ષાચાલકોને ભાવ ઘટાડાની ભેંટ આપી હતી. ૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ અદાણી દ્વારા ઘ્‍ફઞ્‍ના ભાવમાં રૂ. ૧.૨૧નો તોતિગ ઘટાડો કર્યો હતો, જેના પગલે અમદાવાદમાં ઘ્‍ફઞ્‍નો ભાવ રૂ. ૮૧.૧૭ પર પહોંચ્‍યો હતો. જોકે, આ ભાવ ઘટાડાની ખુશી રિક્ષાચાલકોને લાંબો સમય સુધી મળી ન હતી. ભાવ ઘટાડો કરાયાના ૨૩માં દિવસે એટલે કે ૨૩ જાન્‍યુઆરીના રોજ CNG ના ભાવમાં ૬૦ પૈસાનો વધારો કરી દેવાતા ભાવ રૂ. ૮૧.૭૭ પર પહોંચ્‍યા હતા. ત્‍યારબાદ ૭ ફેબ્રુઆરીના રોજ ફરી ઘ્‍ફઞ્‍ના ભાવમાં કિ.ગ્રા. પર ૫૦ પૈસાનો વધારો કરી દેવાયો છે. જેના પગલે અમદાવાદમાં ઘ્‍ફઞ્‍નો ભાવ રૂ. ૮૨.૨૭ થયો હતો. 

(10:23 AM IST)